Bajrangbali Mantra: મંગળવારે બજરંગબલીની પૂજા કરવામાં આવે છે. આ દિવસ મંગળ અને ભગવાન હનુમાનને સમર્પિત છે. આ દિવસે બજરંગબલીની પૂજા કરવાથી ભક્તોને દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે. મંગળવારનો દિવસ બજરંગબલીને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલા ઉપાયોથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી ભક્તોના તમામ કાર્યો પૂર્ણ થાય છે.
હનુમાનજીની પૂજામાં મંત્રોનો જાપ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મંત્રોને કષ્ટ અને રોગોથી મુક્તિ અપાવવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આવો જાણીએ હનુમાનજીના આ ચમત્કારી મંત્રો અને તેના ફાયદા વિશે.
1.ॐ दक्षिणमुखाय पच्चमुख हनुमते करालबदनाय।
મંગળવારે આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિના મનમાંથી ભય દૂર થાય છે. આ મંત્રનો જાપ ભૂત, બાધાઓ અને અન્ય નકારાત્મક શક્તિઓથી રક્ષણ કરે છે.
2.नारसिंहाय ॐ हां हीं हूं हौं हः सकलभीतप्रेतदमनाय स्वाहा।
બજરંગબલીના આ મંત્રને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનો જાપ ઓછામાં ઓછો 21 વાર કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિની અંદર ઉત્સાહ અને સકારાત્મક શક્તિઓ આવે છે.
3.ॐ पूर्वकपिमुखाय पच्चमुख हनुमते टं टं टं टं टं सकल शत्रु सहंरणाय स्वाहा।
દર મંગળવાર અને શનિવારે આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધે છે અને તેના દુશ્મનો તેના પર હાવી નથી થતા.
4.मर्कटेश महोत्साह सर्वशोक विनाशन।
મંગળવારે આ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. તેનાથી વ્યક્તિની પ્રગતિ થાય છે અને નોકરીમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે.
5.मंगल भवन अमंगलहारी द्रवहु सो दशरथ अजिर विहारी।
આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિની તમામ પ્રકારની શારીરિક અને માનસિક તકલીફો દૂર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ મંત્રનો દરરોજ જાપ કરવાથી વિશેષ લાભ મળે છે.
6.ऊं हं हनुमते नम:
હનુમાનજીનો આ મંત્ર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને દરેક પીડા અને રોગથી મુક્તિ મળે છે. કાર્યમાં સફળતા માટે આ મંત્ર ખૂબ જ ફાયદાકારક છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.