વાસ્તુ શાસ્ત્ર અને શકુન શાસ્ત્રમાં એવા કેટલાક સંકેતો જણાવવામાં આવ્યા છે, જ્યારે કોઈ વ્યક્તિ તેને જુએ છે તો તેણે સમજી લેવું જોઈએ કે તેનો ખરાબ સમય જલ્દી જ સમાપ્ત થવાનો છે. આ સંકેતોનો એક અર્થ એ પણ માનવામાં આવે છે કે તમારા જીવનમાં કેટલાક સકારાત્મક ફેરફારો થવાના છે. તેમાં ઘણા પ્રકારના સંકેતનો સમાવેશ થાય છે.


જો તમારા ઘરના આંગણા કે બાલ્કનીમાં પક્ષીનો માળો બનાવવામાં આવ્યો હોય તો તેને પણ વાસ્તુશાસ્ત્રમાં શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમને ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળવાના છે. આવી સ્થિતિમાં, તે માળો દૂર કરવો જોઈએ નહીં.


વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે જો તમે તમારા ઘરમાં લાલ કીડીઓનું ટોળું જુઓ તો તે શુભ સંકેત હોઈ શકે છે. આનો અર્થ એ છે કે ટૂંક સમયમાં જ ધનની દેવી લક્ષ્મીની કૃપા તમારા પર વરસવા જઈ રહી છે, જેનાથી તમારી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે.


વાસ્તુ શાસ્ત્રની સાથે સાથે શકુન શાસ્ત્રમાં પણ કેટલાક સંકેતો જણાવવામાં આવ્યા છે, જે વ્યક્તિ માટે સારા સમયની શરૂઆત તરફ ઈશારો કરે છે. આ મુજબ જો અચાનક પુરૂષના જમણા હાથ અને સ્ત્રીના ડાબા હાથ પર ખંજવાળ આવવા લાગે તો તેને આર્થિક લાભ સાથે જોડવામાં આવે છે. આંખો ફડકવી પણ સારા સમાચારનું સંકેત  માનવામાં આવે છે. જ્યારે સ્ત્રીની ડાબી આંખ ફડકે તો શુભ માનવામાં આવે છે, તો પુરૂષની જમણી આંખ ફડકે  શુભ માનવામાં આવે છે.


સવારે મંત્રો કે શંખનો અવાજ સાંભળવો એ પણ શુભ સંકેત માનવામાં આવે છે. મતલબ કે તમે જે કામ માટે પ્રયત્નશીલ છો તે તમારું કામ બની શકે છે. 


કોઈ નોકરી માટે ઈન્ટરવ્યૂ આપતા વખતે કોઈ ગાય  સામે મળી જાય તો તે શુભ સંકેત હોય છે અને તમને નોકરી પણ મળી જાય છે.


જ્યારે તમે પૂજા કરો છો ત્યારે ભગવાનની સામે રાખવામાં આવેલા ફૂલ અથવા પાન પડી જાય તો સમજવું કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને જલ્દી તમારી મનોકામના પૂરી થશે. 



Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.