Vastu Tips For Tulsi: તુલસીનો છોડ ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. તુલસીના છોડને રાખવાના કેટલાક ખાસ નિયમો છે અને જો તેનું પાલન ન કરવામાં આવે તો તેની અશુભ અસર થાય છે.


હિંદુ ધર્મમાં તુલસીનું ઘણું મહત્વ છે. આ છોડ લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. તુલસીના છોડને ભગવાન કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ છે અને તેની પૂજા કરવી ખૂબ જ શુભ છે. જ્યોતિષ અને વાસ્તુ બંને મુજબ જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જો કે તુલસીના છોડને રાખવાના કેટલાક ખાસ નિયમો છે અને જો તેનું પાલન ન કરવામાં આવે તો તેની અશુભ અસર થાય છે. આવો જાણીએ તુલસીનો છોડ કઈ દિશામાં રાખવો જોઈએ.


આ દિશામાં તુલસીનો છોડ વાવો


વાસ્તુ અનુસાર તુલસીના છોડ માટે પૂર્વ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો ઘરમાં પૂર્વ દિશામાં જગ્યાની સમસ્યા હોય તો તમે તેને ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં રાખી શકો છો. આ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. આ દિશામાં તુલસીનો છોડ રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા રહેશે.



આ દિશામાં તુલસીનો છોડ ન રાખવો


ઘરની દક્ષિણ દિશામાં તુલસીનો છોડ ક્યારેય ન લગાવવો જોઈએ. દક્ષિણ દિશાને પૂર્વજોની દિશા માનવામાં આવે છે. આ દિશામાં તુલસીનો છોડ રાખવાથી અશુભ અસર થાય છે. તુલસીનો છોડ દક્ષિણ દિશામાં રાખવાથી ઘરમાં આર્થિક નુકસાન થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના છોડની પાસે ક્યારેય કાંટાદાર છોડ ન રાખવો જોઈએ. તુલસીના છોડની બાજુમાં કેળાનો છોડ લગાવવો શુભ છે.


ક્રિસમસના દિવસે ઘરમાં કેમ રાખવામાં આવે છે ક્રિસમસ ટ્રી ? જાણો

નાતાલ એ ખ્રિસ્તી સમુદાયનો સૌથી મોટો તહેવાર છે. આ ખુશીમાં લોકો 25 ડિસેમ્બરે ઘરને સારી રીતે સજાવે છે. આ તહેવાર પર ક્રિસમસ ટ્રીનું પણ ઘણું મહત્વ છે. ક્રિસમસ ટ્રી તારાઓ, ભેટો અને રંગબેરંગી બોલ અને લાઇટ્સથી શણગારવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ક્રિસમસ ટ્રી ઘરમાં લાવવા અને સજાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે


બાઇબલમાં ઈસુની કોઈ જન્મ તારીખ આપવામાં આવી નથી, પરંતુ 25 ડિસેમ્બરના દિવસે જ દર વર્ષે ક્રિસમસ ઉજવવામાં આવે છે. આ તારીખને લઇ ઘણી વખત વિવાદ પણ થયો છે. પરંતુ 336 ઈ.પૂર્વમાં રોમનના પહેલા ઈસાઈ રોમન સમ્રાટના સમયમાં સૌથી પહેલા ક્રિસમસ 25 ડિસેમ્બરે ઉજવવામાં આવી હતી. એના થોડા વર્ષો પછી પૉપ જુલિયસએ અધિકારીક રીતે ઈસુના જન્મને 25 ડિસેમ્બરે જ ઉજવવાનું એલાન કર્યું હતું.


ક્રિસમસ ટ્રીને લઇને અનેક માન્યતાઓ પ્રચલિત છે. એક માન્યતા અનુસાર 16મી સદીના ખ્રિસ્તી ધર્મના સુધારક માર્ટિન લ્યુથરે આની શરૂઆત કરી હતી. માર્ટિન લ્યુથર 24 ડિસેમ્બરની રાતે ગાઢ અને બર્ફીલા જંગલોમાંથી આવતા હતા. જ્યાં તેમણે એક સદાબહાર ઝાડ જોયું. ઝાડની ડાળીઓ ચંદ્રની રોશનીની જેમ ચમકી રહી હતી. ત્યારબાદ માર્ટિન લ્યુથરે પોતાના ઘર પર પણ સદાબહાર ઝાડ લગાવ્યુ. તેને નાની નાની કેન્ડલથી સજાવ્યુ. ત્યારબાદ જીસસ ક્રિસ્ટના જન્મદિવસના સન્માનમાં પણ તેમને સદાબહાર ઝાડને સજાવ્યુ અને તેને રોશનીથી પ્રકાશિત કર્યુ.