Diwali 2024: દિવાળીનો તહેવાર હિન્દુ ધર્મના મહત્વના તહેવારોમાંનો એક છે. આ દિવસે લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. મા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે, લોકો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘણા બધા પ્રયાસો કરે છે.
આ દિવસે, જો તમારા ઘરમાં કેટલાક જીવોને જુઓ અથવા દેખાય જાય, તો એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી સ્વયં તમારા ઘરમાં તમારા આશીર્વાદ માટે આવ્યા છે. ચાલો જાણીએ કે તે કયા જીવો છે જેમની દિવાળી(Diwali 2024)ના દિવસે જોવાથી શુભ સંકેત મળે છે.
દિવાળી પર ઘુવડને જોવું (Owl)
દિવાળીની રાત્રે ઘુવડને જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘુવડને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. જો તમને ઘુવડ દેખાય તો સમજવું કે દેવી લક્ષ્મી સ્વયં તમારા ઘરે આવી છે. જો દિવાળીના દિવસે ઘુવડ પૂર્વ દિશાથી બોલતું જોવા મળે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો ઘરની આજુબાજુ ઘુવડ જોવા મળે છે, તો તેનો અર્થ છે કે દેવી લક્ષ્મી ઘરમાં આવવાની છે. હિન્દુ ધર્મમાં ઘુવડને સમૃદ્ધિ અને સંપત્તિનું પ્રતિક માનવામાં આવે છે.
ગરોળી (Lizard)
દિવાળીના દિવસે ગરોળી જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમને દિવાળીના દિવસે ગરોળી દેખાય તો માનવામાં આવે છે કે તમારી પાસે પૈસાની કોઈ કમી નહીં હોય. તમારું આવનારું વર્ષ સારુ રહેશે.
છછુંદર(Shrew)
દિવાળીના દિવસે છછુંદરનું દર્શન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. છછુંદરને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. દિવાળીના દિવસે સંધ્યાના સમયે તેનો જોવાનો મતલબ તમને ભવિષ્યમાં મોટો નાણાકીય લાભ મળી શકે છે.
ઓક્ટોબર ગ્રહ ગોચર 2024 (October Grah Gochar 2024)
તારીખ | દિવસ | ગોચર (રાશિ પરિવર્તન) |
10 ઓક્ટોબર 2024 | ગુરુવાર | બુધનું તુલા રાશિમાં ગૌચર |
13 ઓક્ટોબર 2024 | રવિવાર | શુક્રનું વૃશ્રિક રાશિમાં ગોચર |
17 ઓક્ટોબર 2024 | ગુરુવાર | સૂર્યનું તુલા રાશિમાં ગોચર |
20 ઓક્ટોબર 2024 | રવિવાર | મંગળનું કર્ક રાશિમાં ગોચર |
29 ઓક્ટોબર 2024 | મંગળવાર | બુધનું વૃશ્રિક રાશિમાં ગોચર |
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
આ પણ વાંચો....