નવરાત્રિ દરમિયાન માતાજીની ઉપાસના સાથે કેટલાક નિયમો જોડાયેલા છે. આ પાવન દિવસો દરમિયાન કેટલાક કામ કરવા વર્જિત છે, જેને  મનાય છે


Navratri Puja 2022: 26 સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઇ ગયો. નવેય દિવસ માતાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. જો કે નવરાત્રિમાં માતાજીની સાધાન સાથે કેટલાક નિયમો જોડાયેલા છે. જેનું પાલન ન કરવામાં આવે તો ધનનો વ્યય થાય છે.


નવરાત્રીમાં માતાજીની સાધના આરાધના અને ઉપસાસનાનો અનેરો મહિમા છે. નવરાત્રિ દરમિયાન માતાજીની ઉપાસના સાથે કેટલાક નિયમો જોડાયેલા છે. પૂજા અને વ્રત રાખવાના ખાસ નિયમ છે.તો નવરાત્રિના શું છે નિયમ જાણીએ


જો આપ માતાજીનું સ્થાપન કરતાં હો અને અખંડ દીપક રાખતા હો તો ઘરને બંધ કરવું વર્જિત છે. ઘરને ખાલી ન છોડવું તેમજ ખાસ કરીને માતાજીની સ્થાપનાના સ્થાનને સ્વસ્છ રાખવું.જો આ નિયમનું ધ્યાન ન આપવામાં આવે તો સાધનાનું ફળ મળતું નથી.


નવરાત્રિમાં નખ કાપવા પણ વર્જિત છે. તેમજ મુંડન ન કરવાવું જોઇએ. શેવિંગ કરવું પણ નવરાત્રમાં વર્જિત મનાય છે. જો કે પહેલી વખત બાળકનું મૂંડન કરાવવું શુભ મનાય છે.


વિષ્ણુ પુરાણ અનુસાર, નવરાત્રિના વ્રત દરમિયાન દિવસમાં ન ઉંઘવું જોઇએ.  નવરાત્રિ દરમિયાન લસણ, ડુંગળી ખાવું પણ વર્જિત છે.


નવ દિવસનું વ્રત રાખનાર વ્યક્તિએ કાળા કપડાં ન પહેરવા જોઇએ. ઉપરાંત સિલાઇનું કામ કરવું પણ વર્જિત છે. નવરાત્રિ દરમિયાન ગંદાં ધોયાવિનાના કપડા પહેરવા પણ વર્જિત છે.


વ્રત દરમિયાન લસણ, ડુંગળીની સાથે નમક પણ  ન લેવું જોઇએ, મસાલાવાળો અને ઓઇલી આહારને ન લેવો જોઇએ, મગફળી, ફળો, દૂધ લઇ શકાય છે.


જો આપ અનુષ્ઠાન કરી રહ્યાં હો, તે ભલે દુર્ગા ચાલસાનું હોય કે અન્ય માતાજીના ચાલીસા કે મંત્રોનું હોય તેના નિયમોમું ચુસ્તપણે પાલન કરવું જોઇએ. નવરાત્રિમાં સાધના માટે ત્રણ નિયમોનું ચુસ્તતાથી પાલન થવું જોઇએ. સમય, આસન અને સમયની અવધિ, નવેય દિવસ એક જ સમયે અનુષ્ઠાન  માટેના મંત્રોજાપ કે ચાલીસા શરૂ કરો અને સમય મર્યાદામાં જ નવેય દિવસ પૂર્ણ થવા જોઇએ. જે સ્થાન અને આસનનો ઉપયોગ કરતા હો તેમાં પણ નવેય દિવસ સમાનતા જળવાવી જોઇએ.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.