Navratri 2023: નવરાત્રિનો સમય એ એક એવા ખાસ ફળદ્રપ સમય છે, જેમાં કરેલી સાધના આરાધનાનું શીઘ્ર ફળ મળે છે. જે રીતે ચોમાસાની સિઝનમાં વાવેલું સરસ રીતે ઉગી નીકળે છે તેવી જ રીતે આ નવ દિવસમા કરવાામાં આવેલી સાધના ઉપાસના અને આરાધનાનો ફળ પણ શ્રેષ્ઠ અને શીઘ્ર મળે છે. તો નવરાત્રીમાં કરી શકાય તેવા કેટલાક ઉપાય જ્યોતિષ શાસ્ત્ર્માં દર્શાવવામાં આવ્યા છે. તેનાથી શોક, રોગ,. દ્રેષ, દુ;ખ અને દ્રરિદ્રતા દૂર થાય છે.

  


નવરાત્રિમાં કપૂરના ઉપાયો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દેવીની પૂજા સિવાય કપૂરની યુક્તિઓ વ્યક્તિની દરેક સમસ્યા દૂર કરે છે. આવો જાણીએ નવરાત્રિમાં કપૂરનો ઉપાય  કેવી રીતે કરવો


લાખ પ્રયત્નો પછી પણ કામમાં સફળતા નથી મળી રહી, જો કોઈ અડચણ આવે તો નવરાત્રિ દરમિયાન ચાંદીના પાત્રમાં કપૂર અને લવિંગ સળગાવીને આખા ઘરમાં ફેરવો. નવ દિવસ સુધી આ ટ્રિક અજમાવો. એવું માનવામાં આવે છે કે આનાથી તમામ અવરોધો દૂર થશે.


નવરાત્રિમાં કપૂરથી માતાની આરતી કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. નવ દિવસ સુધી સવારે આખા ઘરમાં કપૂરનો ધૂપ  ફેરવો અને દેવી લક્ષ્મીની આરતી કરો. એવું માનવામાં આવે છે કે, આ પ્રયોગથી ધનધાન્યમાં વૃદ્ધિ થશે. .


પૈસા હાથમાં નથી, બિનજરૂરી ખર્ચ થઈ રહ્યા છે અથવા લાંબા સમય સુધી ધન મળવાની સંભાવના નથી તો નવરાત્રિ દરમિયાન ગુલાબના ફૂલમાં કપૂર મૂકીને  માતા દુર્ગાને અર્પણ કરો. તેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે.


 જો ગંભીર બીમારીઓએ તમને ઘેરી લીધા હોય, તો  સારવાર બાદ પણ જો તમને કોઈ હકારાત્મક પરિણામ ન દેખાય તો પાણીમાં કપૂરના તેલના બે ટીપા નાખીને સ્નાન કરો. કહેવાય છે કે આનાથી શરીર સાફ થાય છે, નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ધીરે ધીરે રોગ ખતમ થવા લાગે છે.


ઘરમાં વાસ્તુ દોષના કારણે પરિવાર વચ્ચે તણાવ રહે છે, દરરોજ ઝઘડા થાય છે, પતિ-પત્ની વચ્ચે કડવાશ આવે છે. તેનાથી રાહત મેળવવા માટે ઘરના ચાર ખૂણામાં કપૂરનો ટુકડો રાખો. જેમ જેમ તે પીગળે છે તેમ તેમ ઘરમાં હાજર નકારાત્મક ઉર્જા ખતમ થઈ જશે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.