Dhanteras 2025 :ધનતેરસ અને દિવાળીના દિવસે લોકો જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે વિવિધ ઉપાયો કરે છે. ધનતેરસ અને દિવાળી બંને પર દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા યુક્તિઓ કરવામાં આવે છે. ધનતેરસના દિવસથી દિવાળીનો તહેવાર શરૂ થાય છે. ધનતેરસના દિવસે સોનું, ચાંદી કે વાસણો ખરીદવાની પરંપરા છે. ધનતેરસ અને દિવાળી પર પણ તેને કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. આવો જાણીએ ધનતેરસ અને દિવાળી પર કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.

Continues below advertisement

દિવાળી અને ધનતેરસ પર ભોજનનું દાન કરો

ધનતેરસ અને દિવાળી પર ભોજનનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. અનાજનું દાન કરવાથી પુણ્ય મળે છે. એવી માન્યતા છે કે, ધનતેરસના દિવસે અનાજનું દાન કરવાથી ઘરમાં રહેલ અન્ન ભંડાર ક્યારેય ખાલી નથી થતા. ભોજન લીધા પછી તે વ્યક્તિને દક્ષિણા આપીને વિદાય કરવી જોઈએ.

Continues below advertisement

લોખંડનું દાન

ધનતેરસના દિવસે લોખંડનું દાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ધનતેરસના દિવસે લોખંડનું દાન કરવાથી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. લોખંડને શનિદેવની ધાતુ માનવામાં આવે છે. ધનતેરસ કે દિવાળીના દિવસે લોખંડનું દાન કરવાથી દેવી લક્ષ્મીની કૃપા સાથે શનિદેવનું શુભ ફળ પણ પ્રાપ્ત થાય છે.

સાવરણીનું દાન

ધનતેરસ અને દિવાળીના દિવસે સાવરણીનું દાન કરવું ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ બંને દિવસે સાવરણીનું દાન કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. આ સિવાય તમે કોઈ પણ મંદિરમાં સાવરણી દાન કરી શકો છો. આવું કરવાથી ધનની દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને ધનની ક્યારેય કમી નથી રહેતી.

કપડાંનું દાન

દિવાળી અને ધનતેરસના દિવસે કોઈ જરૂરિયાતમંદને કપડાંનું દાન કરવું ખૂબ જ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન કુબેર તેનાથી પ્રસન્ન થાય છે અને  આશીર્વાદ વરસાવે છે. કુબેરની કૃપાથી ઘરમાં ધનનો ભંડાર ક્યારેય ખાલી થતો નથી. ધનતેરસના દિવસે વસ્ત્રોનું દાન મહાદાન માનવામાં આવે છે.

મીઠાઈની ભેટ

ધનતેરસ અને દિવાળી પર ભોજન અને વસ્ત્રો સિવાય નારિયેળ અને મીઠાઈઓ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ધનનો ભંડાર ભરાય છે અને જીવનમાં શુભતા  આવે છે.

Disclaimer:અહીં આપેલી સૂચના માત્ર માન્યતા અને માહિતી પર આધારિત છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા જાણકારીની પુષ્ટી કરતું નથી. કોઇપણ માન્યતા  કે જાણકારીને અમલમાં લાવતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાતની સલાહ લો.