Mangal Dosh:જેની કુંડળીમાં મંગળદોષ હોય તેને મંગલી કહેવામાં આવે છે. કહેવાય છે કે, જેની કુંડળીમાં મંગળ દોષ હોય તેના લગ્નમાં વિલંબ થાય છે અને લગ્નજીવનમાં પણ મુશ્કેલી આવે છે. જાણીએ નિવારણ માટે શું કરવું
કોઈ પણ કુંડળીમાં ચોથા, સાતમા, આઠમા કે બારમા ભાવમાં મંગળની હાજરી વ્યક્તિને મંગળ અથવા મંગલી બનાવે છે અને એવું પણ માનવામાં આવે છે કે તે કુંડળીના છોકરા કે છોકરીનું લગ્નજીવન ખૂબ જ મુશ્કેલી ભર્યુ વિતે છે. જો કે જો વર કે કન્યામાંથી કોઈ એકની કુંડળીમાં મંગળ દોષ હોય અને બીજા પાત્રની કુંડળીમાં શનિ ચોથા, સાતમા, આઠમા કે બારમા ભાવમાં હોય તો દોષ આપોઆપ સમાપ્ત થઈ જાય છે. જો કે આવું નથી મંગળદોષના નિવારણના અનેક ઉપાય પણ છે.જો મંગળ દોષની પૂજા વિધિ વિધાન સાથે કરવામાં આવે તો મંગળ દોષનું નિવારણ કરી શકાય છે.
ઘરમાં તુલસીના છોડ પાસે દીપક કરવાથી પણ સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. આવક થાય છે અને બચત પણ વધે છે.
મંગળના દોષને નિવારવા માટે માટીના ગણેશની સ્થાપના કરો તેની પૂજન કરો. ગણેશની માટીની મૂર્તિની શ્રદ્ધાથી સેવા પૂજા કરવાથી મંગળ દોષ દૂર થાય છે.
ઘરમાં ભગવાની માટીની બનેલી મૂર્તિ રાખો, તેનાથી મંગળ સાથે ગુરૂના અશુભ પ્રભાવ, દોષ દૂર થાય છે અને નસીબનો સાથે મળે છે, ધન લાભ પણ થાય છે.
ઘરમાં માટીના વાસણમાં પાણી ભરીને રાખવાથી ચંદ્ર- મંગળના દોષ દૂર થાય છે અને તેની શુભ અસર થાય છે.લક્ષ્મી યોગથી ધન લાભ થાય છે. માટીનું વાસણ દાન કરવાથી પણ નસીબ સાથ આપે છે અને અચાનક ધનલાભ થાય છે.
મંગળ દોષ સહિત કુંડલીના અન્ય દોષને નિવારવા માટે માટીના શિવલિંગ બનાવી નિયમિત તેની પૂજા કરો. તેનાથી બધા જ ગ્રહ દોષ દૂર થાય છે અને ખરાબ સમયનો અંત આવે છે અને જીવનમાં શુભ સમયનો ઉદય થાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો