Ganesh Visarjan 2024 Muhurat: 7 સપ્ટેમ્બરથી ગણેશ ચતુર્થીથી શરૂ થયેલો ગણેશ ઉત્સવ હવે સમાપનની તરફ છે. 17 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશી પર બાપાની વિદાય થશે, ગણેશ વિસર્જન કરવામાં આવશે. આ દિવસે ગણપતિજી પોતાના લોકમાં પાછા ફરે છે.
ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. તેમની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને કારકિર્દીમાં સારી પ્રગતિ મળે છે. જો તમે પણ ઘરમાં ગણપતિજીની સ્થાપના કરી છે તો અનંત ચતુર્થી પર વિધિ અનુસાર અને શુભ મુહૂર્તમાં બાપાને વિદાય કરો. જાણો અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જનનું મુહૂર્ત.
અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જનના 4 શુભ મુહૂર્ત (Ganesh Visarjan 2024 Auspicious Time)
- પ્રાતઃ મુહૂર્ત (ચર, લાભ, અમૃત) - સવારે 09:11 - બપોરે 01:47
- અપરાહ્ન મુહૂર્ત (શુભ) - બપોરે 03:19 - સાંજે 04:51
- સાયાહ્ન મુહૂર્ત (લાભ) - રાત્રે 07:51 - રાત્રે 09:19
- રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચર) રાત્રે 10:47 સવારે 03:12, સપ્ટેમ્બર 18
ઘરમાં ગણેશ વિસર્જન કેવી રીતે કરવું
જેમ આપણે ઘરમાંથી આપણા પરિવારના સભ્યને મુસાફરી પર જતાં પહેલાં ખુશી ખુશીથી વિદાય આપીએ છીએ તેમ જ ગણપતિજીની વિદાયમાં પણ બિલકુલ એવો જ વ્યવહાર કરો. આદરપૂર્વક, વિનમ્ર ભાવથી પૂજા દરમિયાન જાણે અજાણે થયેલી ભૂલની માફી માંગો અને પછી તેમની પાસેથી સુખ સમૃદ્ધિની કામના કરો. બાપાની વિદાય નદી, તળાવ, સરોવરમાં વિસર્જિત કરવાને બદલે ઘરે જ વિસર્જન કરી શકો છો.
- ગણેશ વિસર્જનના દિવસે બાપાની વિધિવત પૂજા કરો, કુમકુમ, હળદર, મહેંદી, મોદક, પુષ્પ વગેરે ચઢાવો. આરતી કરો.
- ગણપતિના કદને ધ્યાનમાં રાખીને એક બાલ્દી અથવા ટબ લો. તેને સારી રીતે સાફ કરી લો.
- બાલ્દીમાં એટલું પાણી ભરો કે ગણપતિ વિસર્જિત થઈ જાય.
- બાપાની મૂર્તિ સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય પછી આ પાણીને કુંડામાં રેડી દો. બાપાની મૂર્તિની માટીમાં છોડનું બીજ વાવી શકો છો.
- જ્યારે ગણપતિને વિસર્જન માટે લઈ જાઓ, ત્યારે તે બધી વસ્તુઓને પોટલીમાં બાંધી દો અને ગણેશજી સાથે જ વિસર્જિત કરી દો.
- ધ્યાન રાખો કે ગણેશજીની મૂર્તિ હોય કે પ્રતિમા, તેને પાણીમાં ધીરે ધીરે વિસર્જિત કરો. એકદમ છોડો કે પટકો નહીં.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અહીં એ જણાવવું જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી કે માન્યતાને અમલમાં લાવતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
આ પણ વાંચોઃ
ભારતના આ રાજ્યમાં સૌથી વધુ લોકો રહે છે ખુશ, જાણો આખરે શું છે કારણ