Garuda Purana: ગરુડ પુરાણ ગ્રંથમાં જીવન અને મૃત્યુના ગાઢ રહસ્યો સમજાવવામાં આવ્યા છે. આમાં સંજીવની વિદ્યાનો પણ ઉલ્લેખ છે. તેમાં મૃત વ્યક્તિને પણ કેવી રીતે જીવિત કરવું તે  વિષે પણ કહેવામાં આવ્યું છે.


Garuda Purana Niti Granth: કહેવાય છે કે જીવન અને મૃત્યુ બધું ભગવાન દ્વારા નિર્ધારિત છે. આપણે બધા ગરુડ પુરાણ ગ્રંથથી વાકેફ છીએ. જેમાં જીવન - મરણ, પાપ - પુણ્ય અને આત્માના પુનર્જન્મની સાથે નીતિ, નિયમો, જ્ઞાન, વિજ્ઞાન અને ધર્મને લગતી બાબતોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.


જ્યારે તમે ગરુડ પુરાણ વાંચશો ત્યારે તમને તેમાં વર્ણવેલ સંજીવની વિદ્યા વિશે ખબર પડશે. ગરુડ પુરાણમાં, મૃત વ્યક્તિને ફરી જીવિત કરવા માટે 'સંજીવની વિદ્યા' વિશે વાત કરવામાં આવી છે. કહેવાય છે કે ગુરુ શુક્રાચાર્ય પાસે આ જ્ઞાન હતું, જેના દ્વારા તેમણે ઘણા મૃત રાક્ષસોને મૃત્ય બાદ પણ ફરી જીવિત કર્યા હતા. આ મંત્રથી શુક્રાચાર્ય યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકોને સાજા કરતા હતા.


શું છે આ સંજીવની મંત્ર?


ગરુડ પુરાણમાં સંજીવની વિદ્યાથી સંબંધિત મંત્ર વિશે જણાવવામાં આવ્યું છે, આ મંત્રથી મૃત વ્યક્તિને ફરીથી જીવિત કરી શકાય છે. પરંતુ મંત્ર સિધ્ધ થવો જરૂરી છે.



આ મંત્રને સાબિત કર્યા પછી જો કોઈ મૃત વ્યક્તિના કાનમાં આ મંત્રનો ઉચ્ચાર કરવામાં આવે તો તેને ફરી જીવન મળી શકે છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મંત્રની સિદ્ધિ પછી દશાંશ હવન અને બ્રાહ્મણોને ભોજન કરવવું જરૂરી છે. આ સંજીવની મંત્ર છે - યક્ષી ઓમ સ્વાહા.


આ મંત્રથી ટાળી શકાય છે મૃત્યુ


'મહામૃત્યુંજય મંત્ર' પણ ખૂબ અસરકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ મૃત્યુના તબક્કામાં હોય અને તમામ તબીબી પદ્ધતિઓ પણ છોડી દે, તો જો મહામૃત્યુંજય મંત્રનો પ્રયોગ કરવામાં આવે તો વ્યક્તિનું મૃત્યુ ટળી શકે છે. એવું કહેવાય છે કે માર્કંડેય ઋષિએ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરીને પોતાનું મૃત્યુ ટાળ્યું હતું, ત્યારબાદ યમરાજ ખાલી હાથે પાછા ફર્યા હતા. તેથી જ તેને મૃત સંજીવની મંત્ર પણ કહેવામાં આવે છે.


મહામૃત્યુંજય મંત્ર


ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्‌। 
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्।।


શું કહે છે ભગવાન વિષ્ણુ મૃત્યુ, આત્મા અને શરીર માટે?


ભગવાન વિષ્ણુએ તેમના વાહન પક્ષી રાજા ગરુડને જે વાતો કહી હતી તેનું ગરુડ પુરાણમાં વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ કહે છે, મૃત્યુ પછી આત્માને તરત જ બીજું શરીર મળે છે. પરંતુ ક્યારેક તેના કર્મો ના આધારે બીજું શરીર મેળવવામાં વિલંબ થાય છે.


મૃત્યુ પછી, આત્મા વાયુ શરીર ધારણ કરે છે અને તે પછી પિંડદાન દ્વારા આત્મા શરીરમાં બંધાય છે. એટલા માટે પરિવારના કોઈ સભ્યના મૃત્યુ પછી પિંડ દાન કરવું મહત્વપૂર્ણ છે, જેના દ્વારા આત્માને ભટકવામાંથી મુક્તિ મળે છે.


Disclaimer: આ લેખ ફક્ત ધારણાઓ અને માહિતી પર આધારિત છે. આ બબાતે  ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.