Jupiter Nakshatra Transit 2026: જ્યોતિષશાસ્ત્રમાં દેવગુરુ બૃહસ્પતિ (ગુરુ)નું રાશિ અને નક્ષત્ર પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આગામી 18 ઓગસ્ટ 2026 ના રોજ આકાશમંડળમાં એક ખૂબ જ શુભ અને મોટો બદલાવ થવા જઈ રહ્યો છે. ગુરુ પોતાની ઉચ્ચ ગણાતી 'કર્ક' રાશિમાં અને ગ્રહોના રાજકુમાર બુધના નક્ષત્ર 'અશ્લેષા'માં ગોચર (પ્રવેશ) કરવા જઈ રહ્યો છે. 19 ઓગસ્ટથી આ મહાગોચરની અસર તમામ રાશિઓ પર સ્પષ્ટપણે જોવા મળશે, પરંતુ કેટલીક રાશિઓ માટે આ સમયગાળો જબરદસ્ત ફળદાયી રહેશે.

Continues below advertisement

કર્કમાં ગુરુનો આ અશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ જ્યોતિષની દ્રષ્ટિએ અત્યંત શુભ છે. આ ગોચરની સીધી અસરથી ઘર-પરિવારનું સુખ, માતા સાથેનો સંબંધ, ભાવનાત્મક સુરક્ષા અને જમીન-મિલકતને લગતી બાબતો સકારાત્મક રીતે સક્રિય થશે.

ચાલો જાણીએ કે ગુરુનું આ નક્ષત્ર ગોચર કઈ રાશિઓના ભાગ્યના દરવાજા ખોલવા જઈ રહ્યું છે:

Continues below advertisement

મિથુન રાશિ: આવકના નવા સ્ત્રોત ખુલશે

મિથુન રાશિના લોકો માટે ગુરુનું આ નક્ષત્ર પરિવર્તન બખ્ખાં કરાવી દેશે. આ સમયગાળામાં તમને પૈસા, પરિવાર અને વાણીના મામલામાં અદભુત લાભ મળી શકે છે. ગુરુ તમારા બીજા ભાવમાં (ધન ભાવમાં) પ્રભાવ પાડશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બનશે અને કમાણીના નવા રસ્તાઓ આપોઆપ ખુલવા લાગશે. એટલું જ નહીં, આ સમયે તમારી વાણીમાં એક અલગ જ આકર્ષણ હશે, જેના કારણે ઓફિસ કે કાર્યક્ષેત્રમાં અન્ય લોકોનો પૂરેપૂરો સહયોગ મેળવવામાં તમે સફળ રહેશો.

કર્ક રાશિ: માન-સન્માન અને કરિયરમાં ઉછાળો

ગુરુનું આ ગોચર કર્ક લગ્નમાં જ થઈ રહ્યું છે, તેથી આ રાશિના લોકો માટે સમય એકદમ સોનેરી રહેશે. કાર્યક્ષેત્રે તમારી વાતનું વજન વધશે અને લોકો તમારી સલાહને મહત્વ આપશે. સમાજમાં પણ તમારી પ્રતિષ્ઠામાં મોટો વધારો થશે. જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે, નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે અથવા કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથમાં લેવાનું વિચારી રહ્યા છે, તેમને આ સમયમાં શ્રેષ્ઠ તકો અને જ્વલંત સફળતા મળશે.

આ પણ વાંચોઃ વર્ષો પછી રક્ષાબંધન પર અનોખો સંયોગ, બહેનો આખો દિવસ બાંધી શકશે રાખડી; જાણો 5 શુભ મુહૂર્ત

મેષ રાશિ: નવું ઘર કે વાહન ખરીદવાનું સપનું પૂરું થશે

મેષ રાશિના જાતકો માટે અશ્લેષા નક્ષત્રમાં ગુરુનો આ પ્રવેશ તેમના ચોથા ભાવમાં થવા જઈ રહ્યો છે. ચોથો ભાવ ઘર, મિલકત અને વાહન સુખનો ગણાય છે. તેથી, જો તમે લાંબા સમયથી પોતાનું નવું ઘર ખરીદવાનું, કોઈ પ્લોટ લેવાનું કે નવું વાહન (કાર) ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ સમયગાળો તમારી એ ઈચ્છાઓ પૂરી કરી શકે છે. પ્રોપર્ટીને લગતા કામોમાં તમને ખૂબ સારી પ્રગતિ જોવા મળશે.

ધનુ રાશિ: અટવાયેલા પૈસા અને સંપત્તિથી મોટો લાભ

ધનુ રાશિ માટે ગુરુ તેમના આઠમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તમને પૂર્વજોની કોઈ મિલકતમાંથી મોટો આર્થિક લાભ થવાની પ્રબળ સંભાવનાઓ છે. આ ઉપરાંત વીમા (ઈન્સ્યોરન્સ), લાંબા ગાળાના રોકાણ અથવા વર્ષોથી અટવાયેલી આર્થિક બાબતોમાં તમને અચાનક મોટો ફાયદો થઈ શકે છે. જો જમીન-મિલકતનો કોઈ જૂનો વિવાદ ચાલતો હશે, તો તેનો સકારાત્મક ઉકેલ આવી શકે છે. સાથે જ, આ સમય દરમિયાન વિદેશ યાત્રાએ જવાના માર્ગ પણ ખુલી શકે છે.

આ પણ વાંચોઃ 17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!