Guru Purnima 2022 Kundali Dosh Upay: ગુરૂ પૂર્ણિમા 13મી જુલાઈએ છે. આ દિવસે ગ્રહોની સ્થિતિના કારણે 4 રાજયોગ બનશે. આ સંયોગમાં આ ઉપાયો કરવાથી કુંડળીના ગુરુ દોષનો અંત આવશે.

Continues below advertisement


દરેક વ્યક્તિ માટે ગુરૂનું વિશેષ મહત્વ હોય છે. હિન્દુ સંસ્કૃતિમાં ગુરૂનું સ્થાન ખૂબ ઉચ્ચ માનવામાં આવે છે. ગુરૂ આપના જીવનના પથદર્શક માર્ગદર્શક હોય છે. કુંડળીમાં ગુરુ ઉચ્ચ અને મજબૂત સ્થિતિમાં હોય તો કામમાં સફળતા, કીર્તિ અને યશ મળે છે. ગુરુ પૂર્ણિમા 2022 ના દિવસે ગુરુની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ વખતે 13 જુલાઈએ ગુરુ પૂર્ણિમા (ગુરુ પૂર્ણિમા 2022 તિથિ) છે.


પંચાગ મુજબ ગુરૂ પૂર્ણિમાએ 4 યોગ બની રહ્યાં છે. આવામાં  દુર્લભ શુભ સંયોગમાં ગુરુની ઉપાસના કરવાથી કુંડળીના તમામ દોષ દૂર થઈ જાય છે. આ માટે ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર કુંડળીના ગુરુ દોષને દૂર કરવા માટે ભક્તોએ આ ઉપાયો અવશ્ય કરવા. આ ઉપાયો ખૂબ જ અસરકારક છે.


ગુરૂ પૂર્ણિમા 2022:  ગુરૂ દોષ નિવારણના ઉપાય



  • ગુરુ પૂર્ણિમાના દિવસે, ગુરુનું આવાહન કરો અને  તમારા ઘરે આમંત્રિત કરો અને તેમની વિધિવત  પૂજા કરો. તેમને ખવડાવો અને તેમને ભેટ આપીને તેમના આશીર્વાદ મેળવો. તે પછી, તેમને આદરપૂર્વક વિદાય આપો. આમ કરવાથી ગુરુની અસીમ કૃપા પ્રાપ્ત થશે. તેમની કૃપાથી કુંડળીમાં ચાલી રહેલા દોષોનો અંત આવશે.

  • નિયમ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરો. પૂજા દરમિયાન તેમને પીળા ફૂલ, ફળ, અક્ષત, ચંદન, પંચામૃત, તુલસીના પાન, ચણાના લોટના લાડુ વગેરે અર્પણ કરો. તે પછી વિષ્ણુ સહસ્ત્રનામ, વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો. અંતમાં ભગવાન વિષ્ણુની આરતી કરીને પૂજાની સમાપ્તિ કરો. ભગવાન વિષ્ણુની કૃપાથી ભક્તોના જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. . તેમની પ્રગતિનો માર્ગ મજબૂત રહેશે.

  • ગુરુ પૂજન પછી પીળા વસ્ત્રો, ચણાની દાળ, હળદર, સોનું, કેસર, પિત્તળના વાસણો વગેરે કોઈ ગરીબ અને જરૂરિયાતમંદ બ્રાહ્મણને દાન કરો. આમ કરવાથી કુંડળીમાંથી ગુરુ દોષ દૂર થઈ જશે.

  • દેવ ગુરુ બૃહસ્પતિની પૂજા કરો અને બૃહસ્પતિ ચાલીસાનો પાઠ કરો. તેની સાથે ભગવાન વિષ્ણુની સાથે બૃહસ્પતિ દેવની પણ કૃપા પ્રાપ્ત થશે. તેનાથી ગુરુ દોષ દૂર થશે.

  • ગુરુ પૂર્ણિમાના દિવસથી જ ગુરુ ગ્રહના ઓમ બૃહસ્પતયે નમઃ મંત્રનો નિયમિત જાપ કરો. આ સાથે કુંડળીના ગુરુ દોષનો અંત આવશે અને જીવનમાં પ્રગતિ થશે.

  • તમારા પૂજા સ્થાન પર ગુરુ યંત્રની સ્થાપના કરો અને નિયમિત જાપ કરો.