Thursday Remedies: ગુરુવારના આ ઉપાયો અજમાવવાથી જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યા નથી આવતી. આ દિવસે કરવામાં આવેલા ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. જો કે ગુરુવારે કેટલાક કામ કરવા વર્જિત માનવામાં આવે છે.
ગુરુવારને દેવગુરુ બૃહસ્પતિનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે, ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે, તેમની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં પ્રગતિ અને સુખ-સમૃદ્ધિ આવે છે. ભગવાન વિષ્ણુને વિશ્વના રક્ષક કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ગુરુવારે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.
એવું માનવામાં આવે છે કે ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા અને ગુરુવારના ઉપાયો અજમાવવાથી જીવનમાં કોઈ સમસ્યા નથી આવતી. આ દિવસે કરવામાં આવેલા ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે, પરંતુ કેટલાક એવા કાર્યો છે જે ગુરુવારે ન કરવા જોઈએ. આવો જાણીએ એવા કયા કામ છે જે ગુરુવારે ન કરવા જોઈએ.
ગુરુવારે ભૂલથી પણ આ કામ ન કરો
આ દિવસે ભગવાન બૃહસ્પતિની પણ પૂજા કરવામાં આવે છે. તેની પૂજા કરવાથી જ ઘરમાં ગુરુનો વાસ થાય છે. આ દિવસે મનમાંથી તમામ ખરાબ વિચારો છોડીને ભગવાનના ચરણોમાં અર્પણ કરવા જોઈએ. આ દિવસે ઘરમાં પોતા ન કરવા જોઈએ. આ દિવસે કપડાં ન ધોવા જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં આ દિવસે સાબુનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવતો નથી. એવું કહેવાય છે કે ગુરુવારે સાબુનો ઉપયોગ કરવાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ ખરાબ થાય છે અને સુખ-સમૃદ્ધીનો નાશ થાય છે.
ગુરુવારે પૈસાની લેવડ-દેવડથી પણ બચવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, ગુરુવારે કરેવું દેવું ઉતરતું નથી. બીજી બાજુ, જો તમે આજે કોઈની પાસેથી ઉધાર લીધું છે, તો તમારું દેવું વધી શકે છે. આ દિવસે દક્ષિણ દિશામાં યાત્રા ન કરવી જોઈએ.આનાથી દિશાહિનતા થાય છે. ગુરુવારે નખ કાપવા પણ અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી ધનહાનિ થાય છે. મહિલાઓને આ દિવસે વાળ ધોવાની પણ મનાઈ છે. આ કુંડળીમાં ગુરુ નબળો બનાવે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો