Horoscope Today 25 December 2021 Aaj Ka Rashifal :25 ડિસેમ્બર, 2021 એ વૃષભ, કર્ક અને મીન રાશિના લોકો માટે ખાસ દિવસ છે. જાણો તમામ 12 રાશિઓનું આજનું જન્માક્ષર.
પંચાંગ મુજબ આજે 25 ડિસેમ્બર 2021 શનિવારના રોજ પોષ મહિનાના કૃષ્ણ પક્ષની ષષ્ઠી તિથિ છે. આજે શનિવાર પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર છે. આ દિવસે ચંદ્ર સિંહ રાશિમાં ગોચર કરી રહ્યો છે. પૈસા, સ્વાસ્થ્ય, શિક્ષણ વગેરેની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, જાણો આજનું રાશિફળ
મેષઃ- આજે વિચારીને સુઝબુઝથી કામ કરશો તો સફળતા મળશે. આજે આપનો મુખ્ય ઉદ્દેશ્ય કાર્યક્ષેત્ર સંબંધિત જ્ઞાન પ્રાપ્ત કરવાનો રહેશે. પ્રવાસ ટાળવો, જીવનસાથી સાથે વાદ વિવાદ સર્જાઇ શકે છે. પરિવારમાં વિવાદાસ્પદ ચર્ચા ટાળો.
વૃષભ- આજનો દિવસ સંપૂર્ણ શાંતિ આપનારો રહેશે. નોકરી સાથે સંકળાયેલી પ્રતિકૂળતાને લઇને તણાવ રહે પરંતુ શાંતિ જાળવવી. કોઇ પર આંધળો વિશ્વાસ કરશો તો આર્થિક નુકસાન થશે.
મિથુનઃ- આજે કોઈ કારણસર તમે ધ્યેય હાંસલ કરવામાં નબળા સાબિત થશો. જ્યારે બીજી તરફ એવું પણ બની શકે છે કે તમે પોતે મૂંઝવણમાં હોવ કે શું કરવું અને શું ન કરવું. ઉચ્ચ અધિકારીઓ સાથે સારો સંપર્ક જાળવો. જેથી કાર્યક્ષેત્ર સાનૂકૂળ માહોલ સર્જાય શકે.
કર્કઃ - આ દિવસે નવી તકોનો લાભ લેવાનો પ્રયાસ કરવો જોઈએ. નોકરી-ધંધાના વ્યવસાય સાથે જોડાયેલા લોકો પર કામનો બોજ વધુ રહેશે, સહકર્મીઓની મદદ મળી રહે. પિતાની સલાહ આપના માટે લાભકારી નિવડશે.
સિંહ- આજે સકારાત્મક વિચારસરણી સાથે કરિયર પર ધ્યાન આપશો તો દિવસ સારો વિતશે. બીજી બાજુ સામાજિક કાર્યો સાથે જોડાયેલા લોકોને પ્રમોશન મળશે અને માન-સન્માનમાં વધારો થશે. સરકારી બેંકમાં કામ કરતા લોકો માટે દિવસ શુભ છે, બીજી તરફ આજે કામનો બોજ પણ વધુ રહેશે, જેનાથી તમે ચિંતિત રહેશો. સ્વાસ્થ્યની દૃષ્ટિએ મહિલાઓએ કામ કરતી વખતે સાવધાની રાખવી પડશે કારણ કે ગ્રહોની સ્થિતિને કારણે ઈજા થઈ શકે છે.
તુલાઃ- આજે તમે ઉત્સાહિત રહેશો, તો બીજી તરફ તમે કામમાં ધ્યાન કેન્દ્રિત કરતા પણ જોવા મળશો. પરોપકારના કાર્યોથી પીછેહઠ ન કરો, તમારી ક્ષમતા મુજબ ગરીબોની મદદ કરતા રહો. દરેક વસ્તુને તમારા આત્મસન્માન સાથે જોડવાથી તણાવ વધી શકે છે.
વૃશ્ચિકઃ- આ દિવસે વાણી અને કંપનીનું વિશેષ ધ્યાન રાખવું. કેટલાક એવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે, જેઓ તમને ખોટા રસ્તે લઈ જવાનો પ્રયાસ કરશે. જેમની સંગત ભવિષ્યમાં તણાવનું કારણ બનશે. ઓફિસિયલ કામમાં ઉતાવળ ન કરવી.પિતાના સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું પડશે.
ધનુ- ધીરજથી કામ લેશો તો ચિંતામાં ઘટાડો થશે ખાનગી ક્ષેત્રમાં કામ કરનારાઓને સંસ્થા તરફથી નકારાત્મક માહિતી મળવાની સંભાવના છે, જ્યારે લશ્કરી વિભાગ સાથે સંકળાયેલા લોકોને સરકાર તરફથી સન્માન મળશે. વ્યાપારી માટે સારો દિવસ. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે.
મકરઃ- આજના દિવસે મુશ્કેલી વધી શકે છે, ખાસ કરીને સ્વાસ્થ્યની બાબતને લઇને સતર્ક રહેવું, જંકફૂડને અવોઇડ કરો. પારિવારિક વાતાવરણ ખુશનુમાન રહેશે.
કુંભ- આજે આપ ભૂતકાળને લઈને થોડા ચિંતિત રહી શકો છો, પરંતુ દિવસના અંત સુધીમાં વસ્તુઓ સામાન્ય થઈ શકે છે. ઓફિસિયલ કામમાં બદલાવ આવી શકે છે, કર્તવ્યોને ખંતપૂર્વક પૂર્ણ કરો. જો તમે ટીમનું નેતૃત્વ કરશો તો સાવચેત રહો, મતભેદ થવાની સંભાવના છે.
મીન- આજે ઇર્ષાનો ભાવ આપને બેચેન કરી દેશે. આપના કામમાં ખલેલ પડવાથી મૂડ ઓફ થઇ જશે. ઘરનું ઇન્ટિરિયર ચેન્જ કરવા માટે શુભ દિવસ, ડિહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે છે.