Horoscope Today 28 December 2021: પંચાગ અનુસાર આજે 28 ડિસેમ્બર 2021 મંગળવારે પોષ મહિનાની કૃષ્ણ પક્ષની નવમી તિથિ છે. આજે મંગળવાર ચિત્રા નક્ષત્ર છે. આજના દિવસે ચંદ્રમા કન્યા રાશિમાં મોજૂદ રહેશે.
મેષ રાશિ
આજના દિવસે વેપારી વર્ગે સચેત રહેવાની જરૂર છે નહિ તો આર્થિક નુકસાન થઇ શકે છે. સ્વાસ્થ્ય પણ લથડી શકે છે. થકાવટ મહેસૂસ કરશો. પરિવાર સાથે સમય વ્યતિત કરી શકશો.
વૃષભ રાશિ
આજના દિવસની શરૂઆત નિરાશાથી થઇ શકે છે. રોકાણ કરવાનું વિચારતાં હો તો હાલ સમય યોગ્ય નથી. આળસના કારણે આપતો દિવસ વ્યર્થ જઇ શકે છે.
મિથુન રાશિ
મહત્વના કામને પ્રાથમિકતા આપવી હિતાવહ, માતાની સલાહ માનવી લાભદાયક રહેશે. આજનો દિવસ તણાવગ્રસ્ત વિતી શકે છે.
કર્ક રાશિ
આજના દિવસે મનોકામના પૂર્ણ થશે. ઓફિસમાં સહકર્મી સાથે વાદ વિવાદથી બચવું,કોઇ કઠોર વાત આપને આઘાત પહોંચાડી શકે છે. વિદ્યાર્થી મહત્વના વિષય પર ફોકસ કરે.
સિંહ રાશિ
આજના દિવસનો તણાવમાં વિતી શકે છે. ઓફિસમાં કામમાં બેદરકારી ભારે પડી શકે છે. એસિડીટિ, છાતીમાં દુખાવા જેવી સમસ્યા રહી શકે છે. મહત્વના ડોક્યુમેન્ટ મિસપ્લેસ થવાની શક્યતા છે.
કન્યા રાશિ
આજના દિવસે આપનો અંહમ આપની ઉન્નતિમાં વિઘ્નરૂપ બની શકે છે. પ્લાનિંગ કરીને કાર્ય કરશો તો સફળ રહેશો. સંબંધોને મધુર બનાવવા માટે મતભેદો ભૂલાવીને આગળ વધો.
તુલા રાશિ
આજના દિવસે ઓફિસમાં સકારાત્મક વલણ સાથે કામ કરશો તો જ યોગ્ય રહેશે. નાણા લેવડ -દેવડ માટે ઓનલાઇન જ ટ્રાન્ઝિકશન કરો. ક્રોધ પર કાબૂ રાખશો તો બગડેલું કામ પણ બની જશે.
વૃશ્ચિક રાશિ
વેપારીઓએ તેનું ફોક્સ પ્રોડક્ટની ગુણવત્તા પર કરવું ઉત્તમ રહેશે. ખરાબ સોબતથી બચો નહિ તો મોટી મુશ્કેલીમાં ફસાઇ શકો છો. ખાનપાનમાં ધ્યાન આપવું નહિ તો તબિયત લથડશે.
ધનુ રાશિ
આજના દિવસે ઓવર કોન્ફિડન્સ આપના કામને બગાડી શકે છે. ગંભીર વિષય પર બીજાનો મત અવશ્ય લો.
મકર રાશિ
આજના દિવસે મનમાં દ્વંદ્વ રહેશે. ઓફિસમાં બોસ આપના કામ પર નજર રાખી શકે છે. જેથી કાળજીથી ઓફિસ વર્ક કરવું હિતાવહ રહેશે. સ્વાસ્થ્યની દષ્ટીએ આજનો દિવસ સારો નથી. પીઠ દર્દથી પરેશાન થઇ શકો છો.
કુંભ રાશિ
આજના દિવસે બજેટ બનાવીને જ ખર્ચ કરો નહિ તો પસ્તાવવું પડશે. વેપારી વર્ગને લાભ મળી શકે છે. રોકાયેલું ઘન મળી શકે છે. જીવન સાથી સાથેના મતભેદો આજે દૂર થશે.
મીન રાશિ
આજના દિવસે આપને ભાગ્યનો સહયોગ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને આજે અભ્યાસમાં મન લાગશે. વેપારી વર્ગે બિઝનેસ પાર્ટનર સાથે કોઇ વાત ન છુપાવવી. પૈત્તૃક સંબંધિત સંપત્તિનો વિવાદ ખતમ થવાના સંકેત જોવા મળી રહ્યાં છે.