પંચાગ અનુસાર આજે માગશર સુદ પૂનમની તિથિ છે. આજે ચંદ્ર મિથુન રાશિમાં છે. આજનો દિવસ કેટલીક રાશિ માટે વિશેષ છે, જ્યારે અમુક જાતકોએ સાવધાની રાખવાની જરૂર છે.
મેષઃ આજે નકામી ચિંતા અને આર્થિક નબળાઈના ડરથી મન અશાંત થઈ શકે છે. પરિવાર સાથે સમય વીતવવો સારું રહેશે.
વૃષભઃ આજે માનસિક રૂપથી ખૂબ જ સંતોષજનક સમય છે. આત્મવિશ્વાસપૂર્વક પરિવાર અને કરિયર સંબંધી નિર્ણય લેવો પડી શકે છે.
મિથુનઃ આજે ચર્ચાની સ્થિતિમાં ખૂબ સમજીને તમારો મત રાખજો. જો કોઇ વારસાગત સંપત્તિનો વિવાદ ચાલી રહ્યો હોય તો શાંતિથી ઉકેલવાની કોશિશ કરો.
કર્કઃ આજે ખુદને ભવિષ્યની જવાબદારી માટે માનસિક રીતે તૈયાર કરો. વ્યક્તિગત કાર્યોમાં સફળતા મળવાથી માનસિક શાંતિ અનુભવ થશે.
સિંહઃ આજના દિવસની દિનચર્યા બિલકુલ વ્યવસ્થિત રાખો. તમામ કામ સમય પર પૂરા કરો. ઘરમાં વડીલોનું સાનિધ્ય અને માર્ગદર્શન મળશે.
કન્યાઃ આજે તમારી છુપાયેલી પ્રતિભાને સામે લાવીને પ્રભાવ જમાવવાનો દિવસ છે. જો તમને બીજા પર ક્રોધ આવ્યો હોય તો તેમને મનાવી લો, નાની ભૂલ માફ કરવાથી આગળ જઈને ફાયદો થશે.
તુલાઃ આજે મનમાં કોઇ ઉદાસી હોય તો તેને લઇ પોતાના વિચાર વ્યક્ત કરો. ઓફિસમાં મહિલા કર્મચારીઓ સાથે કોઇ વિવાદમાં ન પડો. ઘરેલુ વિવાદમાં કોઇપણ પ્રકારના નિર્ણયથી દૂર રહેજો.
વૃશ્ચિકઃ આજે ખુદને સ્ફૂર્તિવાન અને કોઇપણ સ્થિતિમાં માનસિક રીતે તૈયાર રાખો. આર્થિક પરેશાની થઈ શકે છે, પરંતુ પરિવારની મદદથી રાહત મળશે.
ધનઃ આજે સમયની જરૂરિયાત મુજબ બદલાવ કરવાની જરૂર છે. તેની મુશ્કેલમાં પણ મુશ્કેલ પણ પૂરું કરવામાં સરળતા રહેશે. પરિવારના હિસાબે દિવસ શાંતિપૂર્ણ રહેશે. તમામ લોકોનો સહયોગ મળશે.
મકરઃ આજે મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા દરમિયાન સંયમિત રહો. નકારાત્મક ટિપ્પણીથી સ્થિતિ ખરાબ થઈ શકે છે. ઘરથી દૂર રહેતા પરિવારજનો આવવાથી ખુશી મળશે.
કુંભઃ આજે પરિણામની ચિંતા વગર માત્ર કામ પર ધ્યાન આપો. મુશ્કેલ પરિસ્થિતિમાં સ્વજનોના સાથથી તમામ સમસ્યાનો ઉકેલ આવશે.
રાશિફળ 30 ડિસેમ્બરઃ મિથુન, સિંહ, મકર રાશિના જાતકો આ વાતોનું રાખો ધ્યાન, જાણો આજનું રાશિફળ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Dec 2020 07:45 AM (IST)
આજનો દિવસ કેટલીક રાશિ માટે વિશેષ છે, જ્યારે અમુક જાતકોએ સાવધાની રાખવાની જરૂર છે.
(પ્રતીકાત્મક તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -