Today's Horoscope:ગ્રહોની સ્થિતિ અને ગોચરની અસર રાશિ પર થાય છે. આજે  30 ડિસેમ્બર સોમવારનો દિવસ ગ્રહોની સ્થિતિના આંકલન મુજબ 12 રાશિના લોકો માટે કેવો જશે, કઇ રાશિ માટે શનિવાર શુભ નિવડશે તો કઇ રાશિને આજે સાવધાન રહેવાની જરૂર જાણીએ આજનું રાશિફળ


મેષ


આજનો તમારો દિવસ કેટલીક સમસ્યાઓથી ભરેલો રહેશે.તમે કોઈ કામ ને લઈને ચિંતિત રહેશો. વેપારમાં તમને નુકસાન થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે સાવધાની રાખો, નહીંતર તમારે વેપારમાં મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. તમારી વાણી પર નિયંત્રણ રાખો.


વૃષભ


જો તમે આજે કોઈ નવું કામ શરૂ કરવા માંગો છો, તો તમે તે કરી શકો છો.વ્યાપારમાં લાભની તકો રહેશે. મોટી ભાગીદારીથી તમને વેપારમાં મોટો ફાયદો થશે. સ્વાસ્થ્ય સારું રહેશે, આજે તમને પૈતૃક સંપત્તિમાં અધિકાર મળી શકે છે.


મિથુન


આજે તમે કોઈ કામ માટે બહાર પ્રવાસ કરી શકો છો. મુસાફરી કરતી વખતે તમારો સામાન સુરક્ષિત રાખો. સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. પરિવાર સિઝનલ  રોગોનો શિકાર બની શકો છો. આજે વેપારમાં કોઈ મોટું રોકાણ કરવાનું ટાળો. પરિવારમાં ઝઘડો થઈ શકે છે.


કર્ક


આજે તમે પરિવારને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. સ્વાસ્થ્યમાં લાભ થશે, જીવનસાથી સાથે મતભેદો દૂર થશે. બિઝનેસમાં નવો પાર્ટનર આજે તમને મળી શકે છે. કોઈ મોટું કામ શરૂ કરી શકો છો. પરિવારમાં કોઈ નવા વ્યક્તિનું આગમન થશે.


સિંહ


આજે તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો, જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે. પરિવારમાં સ્વાસ્થ્ય સંબંધી કેટલીક સમસ્યાઓનો અનુભવ કરશો. વ્યવસાયિક સહયોગીઓ સાથે વિવાદ થઈ શકે છે, જેના કારણે વેપારમાં નુકસાન થવાની સંભાવના છે.


કન્યા


આજે તમારું મન પ્રસન્ન રહેશે. આજે તમે આધ્યાત્મિકતા તરફ ઝૂકેલા રહેશો. ઘરમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે. આજે તમે તમારા કોઈ અટકેલા પૈસા પાછા મેળવી શકો છો. ઉપરાંત, તમે આજે તમારા જીવનસાથી સાથે કોઈ નવું કામ શરૂ કરી શકો છો.


તુલા


જે કામ માટે તમે ઘણા સમયથી પ્રયત્ન કરી રહ્યા છો તે આજે પૂર્ણ થતા જોવા મળશે. જેના કારણે મન પ્રસન્ન રહેશે. તમે કોઈ ખાસ કામ માટે તમારા મિત્રો અથવા સંબંધીઓ પાસેથી મદદ માંગી શકો છો. આજે તમારી વાણી પર નિયંત્રણ રાખો, નહીં તો તમારું કામ બગડી શકે છે. પરિવારના સભ્યો વચ્ચે કેટલીક બાબતોને લઈને મતભેદ રહેશે.


વૃશ્ચિક


આજે તમારે તમારા પરિવાર સાથે ક્યાંક બહાર જવું પડી શકે છે. આજે પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર થશે. આજે તમને કોઈ મોટા કામ માટે ઓફર મળી શકે છે, જેના કારણે ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. નોકરી વગેરેમાં તમને અધિકારીઓનો સહયોગ મળશે. પરિવારમાં તમને કોઈ સારા સમાચાર મળશે.


ધન


આજે કોઈ મોટું કામ શરૂ ન કરો, નહીં તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે, ખાસ કરીને દેવાથી બચો. સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ ઊભી થશે. જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે. વ્યવસાયિક સહયોગીઓને છોડવાથી આર્થિક નુકસાન થશે. પરિવારમાં નવા મહેમાનનું આગમન થશે.


મકર


આજે તમે કેટલીક બાબતોને લઈને માનસિક રીતે દબાણ અનુભવશો. તમે કેટલાક કામને પૂર્ણ કરવા માટે ખૂબ મહેનત કરશો, પરંતુ આજે સફળતા પ્રાપ્ત કરવી તમારા માટે થોડી મુશ્કેલ રહેશે. વેપારમાં આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમને આવકના નવા સ્ત્રોત મળશે, પરિવારમાં વાદ-વિવાદથી દૂર રહો, બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.


કુંભ


આજે તમે કોઈ નજીકના વ્યક્તિના વર્તનથી દુઃખી થઈ શકો છો. શક્ય છે કે,તમારા પર કોઈ ખોટા આરોપ લગાવવામાં આવે, જેના કારણે તમારી ઈમેજને અસર થઈ શકે છે. તમને વ્યવસાયમાં તમારા મિત્રો વગેરેનો મોટો સહયોગ મળી શકે છે, જેના કારણે વેપારમાં લાભની તક રહેશે. પરિવારમાં મિલકત વગેરેના વિવાદને કારણે મન પરેશાન રહેશે.


મીન


આજે તમે તમારા મિત્રો સાથે ધાર્મિક યાત્રા વગેરે પર જઈ શકો છો. તમારા સામાન વગેરેનું ધ્યાન રાખો,  નહીંતર તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. સ્વાસ્થ્યને લઈને તમારા આહાર પર ધ્યાન આપો. બિઝનેસમાં કોઈ નવું કામ શરૂ કરવાની યોજના બની શકે છે. નોકરીના ક્ષેત્રમાં તમને અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે, સાસરિયાં સાથે પરિવારમાં મતભેદ થઈ શકે છે.