આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજના દિવસે ફાગણ વદ ચોથની તિથિ છે. આજે વિશાખા નક્ષત્ર છે. જે બાદ અનુરાધા નક્ષત્રનો આરંભ થશે. આજે કેટલીક રાશિના જાતકો માટે દિવસ વિશેષ છે.
Today Horoscope (આજનું રાશિફળ)
મેષ (અ.લ.ઇ.) આજના દિવસે કોઈપણ વાતને મન સાથે લગાવીને ન રાખતાં. સરકારી કામકાજમાં પરેશાની થઈ શકે છે. પારિવારિક મામલામાં તમામનો અભિપ્રાય લેજો.
વૃષભ (બ.વ.ઉ.) : આજના દિવસે પૂરા પરિશ્રમ સાથે કામ કરજો. વિદેશી કંપનીમાં નોકરી માટે પ્રયાસ કરતા હો અને કામ એજન્ટથી કરાવતાં હો તો એલર્ટ રહેજો. જીવનસાથી સાથે લાંબા સમય બાદ સમય પસાર કરવાનો મોકો મળશે.
મિથુન (ક.છ.ઘ.) આજના દિવસે તમારું નેતૃત્વ આજીવિકાના ક્ષેત્રમાં સારો લાભ પહોંચાડશે. આર્થિક દ્રષ્ટિથી પૂરો દિવસ લાભદાયી છે. નોકરીમાં પ્રમોશન સાથે સ્થળાંતરની સંભાવના છે.
કર્ક (ડ.હ.) આજના દિવસે આર્થિક લાભ થઈ શકે છે. સામાજિક સક્રિયાતાનો ભવિષ્યમાં લાભ મળી શકે છે. જમીન-મકાન ખરીદવાનો પ્લાન કરી શકો છો.
સિંહ (મ.ટ.) આજના દિવસે કામકાજમાં કોઈ બેદરકારી ન દાખવતાં. ઘરમાં પ્રસન્નાતાનો માહોલ રહેશે. માંગલિક કાર્યમાં સામેલ થવાનો મોકો મળી શકે છે.
કન્યા (પ.ઠ.ણ.) આજના દિવસે કોઈ વાતને લઇ મન ઉદાસ રહી શકે છે. આત્મ ચિંતનની પ્રવૃત્તિ વિકસિત થવાથી હાનિ લાભ અંગે નિષ્પક્ષ થઈને વિચારી શકશો. કાર્યસ્થળ પર કર્મચારીઓ સાથે વિવાદની સ્થિતિથી બચજો.
તુલા (ર.ત.) આજના જૂની યાદો તાજી થશે. જેથી મન સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશે. ઘરમાં તમામના સહયોગથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
વૃશ્ચિક (ન.ય.) આજે સમજી વિચારીને બોલજો. નહીંતર મજાક ઉડી શકે છે. પરિશ્રમ અને સમર્પણના બળે આવકના નવા સ્ત્રોત વધશે. તેનાથી આર્થિક મજબૂત બનશો.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે જ્ઞાન વધશે. સરકારી નોકરી કરી રહેલા લોકોને સારો લાભ મળશે. મિત્રો સાથે સંબંધ મધુર રહેશે.
મકર (ખ.જ.) આજના દિવસે દાન પુણ્ય પ્રત્યે સક્રિય રહો. શક્ય હોય તો સંધ્યા આરતી કરો. યુવાઓ માતા-પિતાની વાતનું પાલન કરજો. ઘરે મહેમાનોનું આગમન થઈ શકે છે.
કુંભ (ગ.શ.ષ.સ.) આજના દિવસે ધન ઉધાર આપવાથી બચજો, નહીંતર રૂપિયા ડૂબી શકે છે. મિત્રો સાથે યાત્રા પર જઈ શકો છો.
મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે બીજાની ભૂલના કારણે તમને નુકસાન થઈ શકે છે. મા સાથે વાતચીત કરો અને વડીલોનો સહયોગ મળશે.