આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજના દિવસે ફાગણ વદ નોમની તિથિ છે. આજે સોમવાર છે. આજનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે. આજે શિવયોગ પણ બન્યો છે. આજે ચંદ્ર ધન રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે કેટલીક રાશિના જાતકોએ વિશેષ સાવધાની રાખવાની જરૂર છે.
Today Horoscope (આજનું રાશિફળ)
મેષ (અ.લ.ઇ.) આજના દિવસે સકારાત્મક વિચાર રાખીને લોકો સાથે સંકળાજો.માનસિક તણાવથી સ્વાસ્થ્ય કથળી શખે છે. ભાઈ-બહેન સાથે તાલમેલ બનાવીને રાખજો. સહયોગ મળશે.
વૃષભ (બ.વ.ઉ.) : આજના દિવસે માત્ર કામ પર જ ફોક્સ કરજો. પિતાના માન સન્માનમાં વધારો થઈ શકે છે. મન લગાવીને કામ કરવાથી ભવિષ્યમાં સારું પરિણામ મળશે.
મિથુન (ક.છ.ઘ.) આજે દિવસે આનંદને પ્રાથમિકતા આપજો. કર્મક્ષેત્રમાં ઉપરી અધિકારીનું સૂચન સહકર્મીની મુશ્કેલી વધારી શકે છે.
કર્ક (ડ.હ.) આજના દિવસે બીજાની મદદ કકવામાં પીછે હઢ ન કરતાં. વર્તમાનમાં કરેલા કામ ભવિષ્યમાં લાભદાયી સાબિત થશે.
સિંહ (મ.ટ.) આજના દિવસે ભવિષ્યની ચિંતા વર્તમાન સમયને ખરાબ કરી શકે છે. ઓફિસમાં પ્રેક્ટિકલ રહીને કામ કરતી વખતે બેદરકારી ન દાખવતાં. મિત્રો સાથે તાલમેલ જાળવી રાખજો.
કન્યા (પ.ઠ.ણ.) આજના દિવસે દિમાગનો વધારે ઉપયોગ કરજો. ક્રોધમાં આવીને ભરેલા પગલાથી કામ બગડી શકે છે.
તુલા (ર.ત.) આજના દિવસે સમજ અને પરિપકવતાથી વિપરિત પરિસ્થિતિને સંભાળી લેશો. નોકરિયાત વર્ગ ધ્યાન કેન્દ્રીત કરીને કામ કરો.
વૃશ્ચિક (ન.ય.) આજના દિવસે ઓફિસમાં નવી જવાબદારી મળી શકે છે. વેપારી લોકોને લાભ થઈ શકે છે. પારિવારિક વિવાદોમાં મૌન રહેજો. સંબંધ બગડી શકે છે.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે આર્થિક પરેશાની દૂર થઈ શકે છે. નવી નોકરી માટે આર્થિક પરેશાની દૂર થઈ શકે છે.
મકર (ખ.જ.) આજના દિવસે ઓફિસમાં માહોલ પ્રસન્નતાપૂર્ણ રહેશે. યુવા લોકોને ક્યાંકથી નોકરીની ઓફર મળી શકે છે.
કુંભ (ગ.શ.ષ.સ.) આજના દિવસે ગ્રહોની ચાલથી સમાજ અને આસપાસના લોકોમાં વર્ચસ્વ જમાવશો. યુવા વર્ગે કોઈની વાતોમાં આવી જવાથી બચવું.
મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે ગ્રહોની સ્થિતિ સારો મોકો આપી શકે છે. જીવનસાથી સાથે મતભેદ હોય તો વૈવાહીક જીવનને ઉત્તમ બનાવવાનો પ્રયાસ કરજો.