આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજના દિવસે ફાગણ સુદ નોમની તિથિ છે. આજે ગ્રહોની ચાલ તમામ રાશિને પ્રભાવિત કરી રહી છે. આજે કેટલીક રાશિના જાતકોએ જોબ, બિઝનેસ અને સ્વાસ્થ્યના મામલે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે.  


Today Horoscope (આજનું રાશિફળ)


મેષ  (અ.લ.ઇ.): આજના દિવસે મિત્રો સાથે મુલાકાત વધારજો. તમામ નિયમોનું પાલન કરજો. વિવાદની  સ્થિતિમાં શાંત રહેજો.


વૃષભ (બ.વ.ઉ.) :  આજના દિવસે આ રાશિના જાતકોએ પોતાની ભાવનાઓને પ્રત્યક્ષ રીતે પોતાની વચ્ચે જ રાખજો. યુવાનો પરિશ્રમ કરીને લાભ મેળવી શકે છે. સ્વાસ્થ્યને લઈ દિવસ સામાન્ય રહેશે.


મિથુન  (ક.છ.ઘ.)  આજના દિવસે પોતાના પરિવારજનોને સરપ્રાઇઝ આપી શકો છો. તેનાથી સંબંધમાં ઉષ્મા આવશે અને ભવિષ્યમાં પરિસ્થિતિ અનુકૂળ બનશે. વેપારનો પુનઃ આરંભ કરવાનું વિચારતાં હો તો શ્રીગણેશ કરી દેવા જોઈએ.


કર્ક  (ડ.હ.) આજના દિવસે મહત્વપૂર્ણ કાર્યમાં કોઇપણ બેદરકારી ન દાખવતાં. ઘરના વડીલો દ્વારા કરવામાં આવેલી વાતો પૂરી નહીં કરવાથી મતભેદ થઈ શકે છે.


સિંહ  (મ.ટ.)  આજના દિવસે ખુદને નોલેજ વગેરેથી અપડેટ રાખવાનો પ્રયાસ કરજો. સકારાત્મક રહેવા માટે સવારે વહેલા ઉઠી સૂર્યની ઉપાસના કરજો. ઓફિશિયલ કામકાજમાં કોઇપણ બેદરકારી નુકસાન પહોંચાડી શકે છે.


કન્યા  (પ.ઠ.ણ.)  આજના દિવસે સરકરાત્મક ઉર્જા ભરપૂર માત્રામાં રહેશે. વાણી પર નિયંત્રણ રાખજો નહીંતર સ્થિતિ બગડી શકે છે. ઘરમાં મહેમાનો આવવાથી પ્રસન્નતા અનુભવશો.


તુલા   (ર.ત.)  આજના દિવસે બીજા દ્વારા કરવામાં આવેલી વાતોને લઈ લોકો તમારાથી અંતર જાળવી શકે છે.


વૃશ્ચિક (ન.ય.)  આજના દિવસે વાણીના કારણે સંબંધમાં ખટાશ આવી શકે છે. યુવાનો પર વર્કલોડ વધશે. મહિલા બોસ કે સહકર્મી સાથે વિવાદ ન કરતાં.


ધન  (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે સામાજિક કાર્યોમાં ભાગીદારી વધારવાની જરૂર છે. આજીવિકાના ક્ષેત્રમાં વકીલ, જજ કે સરકારી વિભાગ સાથે સંકળાયેલો મિત્રો સાથે સંપર્કમાં રહેજો. દાંપત્ય જીવનમાં એકબીજાનો સહયોગ મળશે.


 મકર  (ખ.જ.)  આજના દિવસની શરૂઆતમાં કામ નહીં થતાં હોવાનું લાગશે પરંતુ પ્રભુ કૃપાથી બધુ ઠીક થશે. વેપારી વર્ગ આર્થિક મામલાની યોજના બનાવી રહ્યા હોય તો ધન લાભ થવાની સંભાવના છે. યુવાનોને સારી નોકરીની ઓફર મળી શકે છે.


કુંભ  (ગ.શ.ષ.સ.)  આજના દિવસે મહેનતનું પરિણામ મળશે. ઓફિસમાં સહકર્મીની મદદ કરવી પડી શકે છે.


મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે તણાવમુક્ત રહેવા માટે અધ્યાત્મ સાથે સંકળાયેલા પુસ્તકો વાંચજો અને સત્સંગ કરજો. વેપારીઓને હરીફાઈનો સામનો કરવો પડી શકે છે.