Horoscope Today 30 March 2021 આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને ગ્રહોની સ્થિતિ કાનૂની રીતે ફસાવી શકે છે, જાણો કેવો રહેશે તમારો દિવસ

Today Horoscope: પંચાગ અનુસાર આજના દિવસે ફાગણ સુદ બીજ તિથિ છે. ચંદ્ર તુલા રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે ચિત્રા નક્ષત્ર રહેશે.

Continues below advertisement

આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજના દિવસે ફાગણ સુદ બીજ તિથિ છે.  ચંદ્ર તુલા રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે  ચિત્રા નક્ષત્ર રહેશે. કેટલીક રાશિના જાતકોએ ધન અને સ્વાસ્થ્ય મામલે સાવધાની રાખવાની જરૂર છે.

Continues below advertisement

Today Horoscope (આજનું રાશિફળ)

મેષ  (અ.લ.ઇ.) આજના દિવસે આત્મવિશ્વાસ જાળવી રાખજો. તમારા ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખજો. કારોબારીઓ માટે સારો દિવસ રહેશે.

વૃષભ (બ.વ.ઉ.) :  આજના દિવસે ઘર કે બહાર કોઈપર ક્રોધ ન કરતાં. ઓફિસમાં કાર્યો પ્રત્યે ગંભીરતા દાખવજો. મહત્વપૂર્મ કાર્યોમાં જીવનસાથીની સલાહથી કરવામાં આવેલા બદલાવ લાભદાયી રહેશે.

મિથુન  (ક.છ.ઘ.)  આજનો દિવસ તમારા માટે ખૂબ અનમોલ રહેશે. શક્ય હોય તો મહત્વપૂર્ણ કાર્યો કરવામાં તેનો પ્રયોગ કરો. ઓફિસ કાર્યોને લઈ કિસ્મત ચમકી ઉઠશે. પરિશ્રમ સાથે વ્યવહારને પણ સારો બનાવજો.

કર્ક  (ડ.હ.) આજના દિવસે સમય કાઢીને રોકાણને લઈ ભવિષ્યનું આયોજન કરજો. ઓફિશિયલ કાર્યોને લઈ તણાવ ઘટાડજો. માતા-પિતા સાથે સમય વ્યતીત કરજો.

સિંહ  (મ.ટ.)  આજના દિવસે ઓફિસમાં તમામ સાથે સારો વ્યવહાર કરજો. આજના દિવસે કોઈ કાર્ય ન થવાથી ક્રોધ પણ આવી શકે છે. ઘરના સભ્યો સાથે પ્રેમપૂર્વક વાતો કરજો.  

કન્યા  (પ.ઠ.ણ.)  આજના દિવસે સક્રિય રહીને કામ કરજો. નોકરિયાત વર્ગ લાંબા સમયથી જે વસ્તુ શોધી રહ્યા હોય તે આજે મળી શકે છે. પરિવારમાં કોઈના લગ્ન નક્કી થઈ શકે છે.

તુલા   (ર.ત.)  આજના દિવસે કોઈની પણ વાતને સાંભળ્યા વિના પ્રતિક્રિયા ન આપતાં. યુવા વર્ગને મહેનતનું પરિણામ મળશે. ઘરમાં બચત પર ધ્યાન આપવું જરૂરી છે.

વૃશ્ચિક (ન.ય.)  આજના દિવસે ગ્રહોની સ્થિતિ મોટી જવાબદારી અપાવી શકે છે. કારોબારીઓને સારી ડીલ મળી શકે છે. ઘરમાં મહેમાનોની આગતા સ્વાગતમાં કોઈ કમી ન લાવતા.

ધન  (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે કોઈ સાથે હસી મજાક મર્યાદામાં રહીને કરજો. ગ્રહોની સ્થિતિ તમને કાનૂની રીતે ફસાવી શકે છે. ભાઈ-બહેન સાથે સારો સમય વીતાવજો.

મકર  (ખ.જ.)  આજના દિવસે તણાવથી રાહત મળશે. ઓફિસમાં ટીમ વર્કથી કાર્યોને લક્ષ્ય સુધી પહોંચાડી શકશો.

કુંભ  (ગ.શ.ષ.સ.)  આજના દિવસે ફાયનાન્સ સંબંધિત પ્લાનિંગ કરવું સારું રહેશે. કામકાજમાં તણાવ વધી શકે છે. વેપારીઓના નાની ભૂલ આર્થિક નુકસાન પહોંચાડી શકે છે.

મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે શાંત રહીને તમારા કામ પર ધ્યાન કેન્દ્રીત કરજો. ઘરમાં પાણી સંબંધિત કોઈ કામ પેંડિંગ હોય તો પૂરું કરી લેજો. સહકર્મીઓ સાથે સારો વ્યવહાર રાખજો.

Continues below advertisement
Sponsored Links by Taboola