Annual horoscope for 2026:વર્ષ 2026 નજીક આવી રહ્યું છે, અને વર્ષના પરિવર્તન સાથે, ગ્રહો, નક્ષત્રો અને તારાઓની ગતિ બદલાવાની છે. આ વાર્ષિક રાશિફળ  ચંદ્ર રાશિ પર આધારિત છે. જાણીએ આ વર્ષે ગ્રહોનું ગોચર કઇ રાશિ માટે શુભ નિવડશે અને કઇ રાશિને સાવધાન રહેવાની જરૂર છે. જાણીએ વર્ષ 2026નું 12 રાશિનું રાશિફળ

Continues below advertisement

1. મેષ (Aries)મેષ રાશિના જાતકો માટે આ વર્ષ મિશ્ર ફળદાયી રહેશે. વર્ષના પ્રારંભે શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો શરૂ થતો હોવાથી માનસિક ચિંતા વધી શકે છે. કારકિર્દીમાં મહેનત પછી સફળતા મળશે. જૂન પછી ગુરુનું ભ્રમણ આર્થિક લાભ કરાવી શકે છે. સ્વાસ્થ્ય બાબતે વર્ષ દરમિયાન સાવધ રહેવું.

2. વૃષભ (Taurus)વૃષભ રાશિ માટે 2026 ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. રાહુ અને કેતુનું ગોચર આકસ્મિક ધનલાભ કરાવી શકે છે. વેપારમાં નવા કરારો થશે અને જમીન-મકાન જેવી સંપત્તિમાં રોકાણ ફળદાયી રહેશે. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા અપાવનારું છે.

Continues below advertisement

3. મિથુન (Gemini)આ વર્ષે તમારી વાણી અને વ્યવહારથી તમે લોકોના દિલ જીતી શકશો. નોકરીમાં બઢતીના યોગ છે. જોકે, વર્ષના મધ્યમાં કૌટુંબિક પ્રશ્નો ઉભા થઈ શકે છે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે જૂન પછીનો સમય અનુકૂળ છે. ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે.

4. કર્ક (Cancer)ગુરુ તમારી રાશિમાં ઉચ્ચનો થઈને ભ્રમણ કરશે, જે તમારા માટે સુવર્ણ સમય લાવશે. માન-સન્માનમાં વધારો થશે અને લગ્ન ઉત્સુક જાતકો માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. આધ્યાત્મિકતા તરફ રુચિ વધશે. સ્વાસ્થ્ય સુધરશે અને જૂની બીમારીઓમાંથી મુક્તિ મળશે.

5. સિંહ (Leo)સિંહ રાશિના જાતકો માટે કેતુનું ભ્રમણ મિશ્ર અસરો લાવશે. અચાનક મુસાફરીના યોગ બનશે. કાર્યક્ષેત્રે સહકર્મીઓ સાથે તણાવ ટાળવો. વર્ષના ઉત્તરાર્ધમાં આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સંતાન પક્ષેથી સુખદ સમાચાર મળશે.

6. કન્યા (Virgo)આ વર્ષે તમે સામાજિક રીતે ખૂબ સક્રિય રહેશો. નવા મિત્રો બનશે જે ભવિષ્યમાં મદદરૂપ થશે. પ્રેમ સંબંધોમાં ગંભીરતા આવશે. વેપારીઓએ ઉધાર વ્યવહાર ટાળવો. ઓક્ટોબર પછીનો સમય રોકાણ માટે ઉત્તમ છે.

7. તુલા (Libra)તુલા રાશિ માટે આ વર્ષ કરિયરમાં નવી ઊંચાઈઓ સર કરવાનું છે. શનિના પ્રભાવથી અટકેલા કામો વેગ પકડશે. પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે. લાંબા અંતરની મુસાફરીથી લાભ થશે. પેટ સંબંધી તકલીફોથી સાવધ રહેવું.

8. વૃશ્ચિક (Scorpio)તમારા માટે 2026 પ્રગતિશીલ વર્ષ છે. આત્મવિશ્વાસમાં વધારો થશે અને સાહસિક નિર્ણયો લઈ શકશો. રાહુ-કેતુના ગોચરથી ગુપ્ત શત્રુઓ પરાજિત થશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. પ્રેમ જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.

9. ધનુ (Sagittarius)આર્થિક દ્રષ્ટિએ આ વર્ષ ઉત્તમ રહેશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે. જૂના દેવામાંથી મુક્તિ મળી શકે છે. પરિવારમાં માંગલિક પ્રસંગોનું આયોજન થશે. વડીલોના આશીર્વાદથી મુશ્કેલ કાર્યો સરળ બનશે.

10. મકર (Capricorn)શનિની સાડાસાતીની પનૌતીમાંથી મુક્તિ મળતા રાહત અનુભવશો. વર્ષોથી અટકેલા કાર્યો પૂર્ણ થશે. માનસિક બોજ હળવો થશે. વ્યવસાયમાં વિસ્તરણની યોજનાઓ સફળ થશે. જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે.

11. કુંભ (Aquarius)કુંભ રાશિ માટે શનિની સાડાસાતીનો છેલ્લો તબક્કો ચાલતો હોવાથી મહેનત વધશે. ધીરજ રાખવી અનિવાર્ય છે. નાણાકીય બાબતોમાં જોખમ લેવું નહીં. વર્ષના અંત સુધીમાં પરિસ્થિતિ તમારા પક્ષમાં આવશે. આધ્યાત્મિકlતાથી શાંતિ મળશે.

12. મીન (Pisces)મીન રાશિ માટે શનિનું ભ્રમણ તમારી રાશિમાં જ હોવાથી શારીરિક અને માનસિક શ્રમ વધશે. ખર્ચ પર કાબૂ રાખવો મુશ્કેલ બની શકે છે. જોકે, ગુરુનો સાથ મળતા કોઈ મોટી આફત આવશે નહીં. ધાર્મિક પ્રવાસના યોગ છે.