સિંહ રાશિ :વિક્રમ સંવત 2081નો પ્રારંભ થઇ ગયો છે. નવા વર્ષની સાથે લોકો નવા આયોજન નવા સંકલ્પ સાથે હાથ ધરે છે. નવા હર્ષોઉલ્લાસ સાથે નવા વર્ષનું સ્વાગત કરે છે. નવા વર્ષને લઇને દરેકના કંઇકને કઇ સપના હોય છે. ત્યારે આ નૂતન વર્ષ સિંહ રાશિના જાતક માટે કેવો નિવડશે જાણીએ સિહ રાશિનું રાશિફળ, એકંદરે સિંહ રાશિના જાતક માટે આ વર્ષ સારૂ નિવડશે. ખાસ કરીને આર્થિક દષ્ટીએ  સિંહ રાશિ માટે આ  વર્ષ  લાભદાયક નિવડશે.   આ વર્ષે લાંબા સમયથી વિલંબમાં પડેલા કાર્યો પૂર્ણ થશે. અભ્યાસમાં પણ વર્ષના અંતે સફળતાના યોગ બની રહ્યાં છે. આ વર્ષે વાણી પર સંયમ રાખશો તો બગડેલા કામ પણ બની જશે નહિ તો બનેલા કાર્યો પણ બગડી શકે છે. રિલેશનશિપ સહિત દરેક ક્ષેત્રે સફળતા માટે વાણી પર સંયમ રાખવો જરૂરી. અન્ય ક્ષેત્રે સિંહ રાશિના જાતક માટે આ વર્ષે કેવું નિવડશે જાણીએ વાર્ષિક રાશિફળ  


વિક્રમ સંવત 2081ની શરૂ આતથી વૃષભનો  ગુરૂ  તમારી રાશિથી દસમા ભાવે રહે છે. જે આજીવિકા સંબંધી કાર્યોમાં ફેરફાર કરાવે છે. મુસાફરી કે પ્રવાસ કરાવે છે.  નોકરિયાત વર્ગને નોકરીમાં  ફેરફાર કે બદલીના યોગ બની શકે છે.


તા. 14 -૦5-2025થી મિથુનનો  ગુરુ તમારી રાશિથી અગિયારમા લાભ ભાવે આવે છે. જે  વેપાર ધંધા નોકરીમાં વૃદ્ધિના  યોગ બનાવે છે સમાજમાં યશ નામ પ્રતિષ્ઠા વધારશે. આવકના નવા સાધનો ઊભા થાય, જે  ધન પ્રાપ્તિના યોગ બનાવશે.


વર્ષની શરૂઆતામાં કુંભનો શનિ તમારી રાશિથી  સાતમા સ્થાનમાં રહે છે, જે લગ્ન જીવન ભાગીદારી નોકરીમાં વાદવિવાદ કરાવી શકે છે.લગ્નમાં વિલંબના યોગ બની રહ્યાં છે. .


તા.29-૦૩-2025થી મીન રાશિનો શનિ તમારી રાશિથી  આઠમા ભાવે ભ્રમણ કરશે, જે આરોગ્ય અંગે કષ્ટદાયી ગણાશે.   શારીરિક તકલીફો વધે આવકના પ્રમાણમાં ખર્ચનું પ્રમાણ વધશે. નોકરિયાત વર્ગે નોકરીમાં સ્થિર રહેવું.


સ્ત્રી વર્ગ માટે:  એકંદરે આવકની દ્રષ્ટિએ   વર્ષ  સારું રહેશે,   વાદવિવાદથી દૂર રહેવું. વર્ષની મધ્યથી કાર્ય સફળતાના યોગ બનશે  રોકાયેલા પ્રશ્નો પુરા થશે


વિદ્યાર્થીઓ માટે :  આ વર્ષે શરૂઆતથી જ લાભદાયી પુરવાર થશે. અભ્યાસમાં ધીમી ગતિએ સફળતાના યોગ બની રહ્યાં છે મહેનતથી ધાર્યું પરિણામ મળી શકે છે