Astrology: જીવનમાં નથી થતી પ્રગતિ તો ભાગ્યના દ્વાર ખોલશે આ ઉપાય, રવિવારના દિવસે કરો પ્રયોગ

Job Astrology: નોકરી અને કરિયરમાં આવનારી અડચણો કેવી રીતે દૂર કરવી, આ સમય દરમિયાન કયા ગ્રહ સંબંધિત ઉપાયો કરવા જાણીએ રવિવારે કરવામાં આવેતા ચોક્કસ ઉપાય વિશે.

Continues below advertisement

Astrology: ઘણીવાર લોકોને નોકરી કે કરિયરમાં સમસ્યાનો સામનો કરવો પડે છે. નોકરીમાં પરેશાનીઓ અથવા મુશ્કેલીઓ માટે, સૂર્ય સંબંધિત ગ્રહને મજબૂત બનાવવાની જરૂર છે.

Continues below advertisement

 ઘણી વખત નોકરી હાથ લાગતા લાગતા છેલ્લે  ઑફર લેટર હાથ નથી લાગતો. બધું સારું હોવા છતાં તમે ઇન્ટરવ્યૂ ક્લિયર કરી શકતા નથી, તમારી કારકિર્દી અને વ્યવસાયમાં આવી રહેલા આ અવરોધો તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. આ માટે રવિવારે લેવાયેલા કેટલાક ઉપાય તમારા માટે શુભ સાબિત થઈ શકે છે.                                                                

 નોકરીમાં પ્રગતિ માટે કરો આ ઉપાય

  • જો તમે પણ તમારા કરિયર અને નોકરીમાં વૃદ્ધિ ઈચ્છો છો તો રવિવારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો.
  • દર રવિવારે બ્રહ્મ મુહૂર્તમાં સવારે ઉઠીને સૂર્યદેવને જળ ચઢાવો. રવિવારે સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
  • રવિવારે સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરતી વખતે 'ઓમ વાસુદેવાય નમઃ' મંત્રનો જાપ કરો.
  • રવિવારે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો.
  • રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી તમારી નોકરી અને કરિયર સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે.
  • રવિવારે કામમાં આવતા અવરોધોને દૂર કરવા માટે, સવારે માછલીઓને લોટના ગોળા ખવડાવો.
  • રવિવાર એક ખાસ દિવસ છે. રવિવાર એ સૂર્ય ભગવાનની પૂજા કરવાનો શુભ દિવસ છે, તેથી આ દિવસે અવરોધો દૂર થાય છે અને તમે પ્રગતિના માર્ગ પર આગળ વધો છો.
  • રવિવારે વાદળી અને કાળા રંગના કપડાં ન પહેરવાનો પ્રયાસ કરો. કાળા અને વાદળી વસ્ત્રો પહેરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ બગડી શકે છે.
  • સૂર્ય ભગવાનને ઊર્જા અને જીવનશક્તિનો આધાર માનવામાં આવે છે. તેથી જ નોકરી મેળવવા માટે સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

 

 

Continues below advertisement
Sponsored Links by Taboola