Gemology:રત્ન શાસ્ત્ર મુજબ કુલ 9 મુખ્ય રત્ન અને 84 ઉપ-રત્ન ગણાય છે. માન્યતા પ્રમાણે જો યોગ્ય નિયમો અને જ્યોતિષીય સલાહથી રત્ન ધારણ કરવામાં આવે, તો કરિયર, વેપાર, ધન અને આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. પરંતુ કોઈપણ રત્ન વિના સલાહ પહેરવું નહીં, કારણ કે ખોટી રીતે પહેરવાથી અશુભ પરિણામ પણ મળી શકે છે.

કરિયર અને વેપારમાં પ્રગતિ કરાવતા મુખ્ય રત્ન

પન્ના રત્ન (Emerald)બુધ ગ્રહ સાથે જોડાયેલું રત્ન.બુદ્ધિ, વાણી, શિક્ષણ અને વેપારનું કારક માનવામાં આવે છે.યોગ્ય રીતે પહેરવાથી કરિયર અને બિઝનેસમાં પ્રગતિ થાય છે.

બુધવારે પહેરવું શુભ ગણાય છે.સોનું અથવા ચાંદીમાં જડાવીને ટચલી આંગળીમાં પહેરવું.પહેરતા પહેલાં મંત્ર જાપ અને શુદ્ધિકરણ કરવું.

2) મૂંગા રત્ન (Red Coral)

મંગળ ગ્રહ સાથે જોડાયેલું.

આત્મવિશ્વાસ, સાહસ અને નેતૃત્વ ક્ષમતા વધારવામાં મદદરૂપ છે.કમજોર મંગળ હોય તો કરિયરમાં અવરોધ આવી શકે છે.મૂંગા પહેરવાથી નિર્ણય ક્ષમતા સુધરે છે.મંગળવારે સોનું, ચાંદી અથવા તાંબામાં જડાવી પહેરવું.પુરુષો: જમણા હાથની અનામિકામાં પહેરવું જોઇએ.

મહિલાઓ: ડાબા હાથની અનામિકામાં પહેરવું જોઇએ

3) જેડ રત્ન (Jade)આત્મવિશ્વાસ વધારવાનું અને યોગ્ય નિર્ણય લેવા સહાય કરે છે.કરિયરમાં પ્રગતિ અને આવકના સ્ત્રોત વધારવામાં મદદરૂપ છે.વ્યક્તિત્વમાં આકર્ષણ અને એકાગ્રતા વધે છે.                                                                                                                                                                                                 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો