Diwali 2025:દિવાળીનો તહેવાર 20 ઓક્ટોબરે મનાવવામાં આવશે. દિવાળીના દિવસે મા લક્ષ્મી ઘર પર આવે છે અને ઘરોમાં વાસ કરે છે. માના આગમનની તૈયારી ખૂબ જોરશોરથી કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, લક્ષ્મી માતા એ ઘરમાં વાસ કરે છે જ્યાં સ્વચ્છતા અને પવિત્રતા હોય.

Continues below advertisement

દીવાળીની સફાઇમાં આ વસ્તુ મળવી  શુભ

દિવાળીની સફાઈમાં ઘરના દરેક ખૂણાની સફાઈ કરવામાં આવે છે. દિવાળીમાં સફાઈ દરમિયાન કેટલીક વસ્તુઓ મેળવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દિવાળીમાં ઘરની સફાઈ દરમિયાન કેટલીક વસ્તુઓ મેળવવી ખૂબ જ શુભ સંકેત આપે છે. આ વસ્તુઓ આગામી સુખ અને સંપત્તિનો સંકેત આપે છે.

Continues below advertisement

જો તમને પણ સફાઈ દરમિયાન ક્યાંક રાખેલા પૈસા મળે તો મંદિરમાં દાન કરો. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.

મા લક્ષ્મીને કોડી ખૂબ જ પ્રિય છે. દિવાળીની સફાઈ દરમિયાન ઘરના કોઈપણ ખૂણેથી શંખ અથવા કોડી  મેળવવી પણ ખૂબ જ શુભ છે. તેમને મળવાનો અર્થ છે કે તમને જલ્દી જ ધનની પ્રાપ્તિ થશે.

દિવાળીની સફાઈ દરમિયાન અચાનક મોર કે વાંસળી મળી આવે તો તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે, તમારા પર ભગવાનનો આશીર્વાદ છે અને ટૂંક સમયમાં તમારા જીવનમાં કેટલાક સારા ફેરફારો આવી શકે છે.

સફાઈ કરતી વખતે જો ચોખાની નાની પોટલી મળી આવે તે ભાગ્યોદયના સંકેત આપે છે.

દિવાળીની સફાઈ દરમિયાન જો તમને લાલ કપડું મળે તો તે પણ ખૂબ જ શુભ છે. તે તમારા સારા દિવસોની શરૂઆતનો સંકેત આપે છે.                                                                

Disclaimer:અહીં આપેલી સૂચના માત્ર માન્યતા અને માહિતી પર આધારિત છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા જાણકારીની પુષ્ટી કરતું નથી. કોઇપણ માન્યતા  કે જાણકારીને અમલમાં લાવતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાતની સલાહ લો.