તમે કરુણા વિના જીવી શકો છો, પરંતુ તમારી અંદર કોઇ એવો બીજો ભાવ હોય તો તેને બેશક કરૂણામાં બદલવો વધુ સારો રહે છે, કારણ કે બીજી કોઇ લાગણીઓ મૂંઝવણમાં પરિણમી શકે છે. કરુણા એ લાગણીનું એક પરિમાણ છે, જે મુક્તિ આપતી હોય છે, જે કોઈની સાથે કે કોઈ પણ વસ્તુ સાથે ફસાયેલી નથી.
સામાન્ય રીતે, તમારો પ્રેમ જુનુનથી પ્રેરિત હોય છે. કરુણાનો અર્થ થાય છે સર્વસમાવેશક જુસ્સો. જ્યારે તે ચોક્કસ હોય ત્યારે આપણે તેને ઉત્કટ કહીએ છીએ. જ્યારે તે સર્વસમાવેશક બને છે ત્યારે તે કરુણા બની જાય છે. શરૂઆતમાં, પ્રેમ ચોક્કસ રુચિ સાથે શરૂ થાય છે, તેથી તે કોઈના પર અથવા તમારા માટે કંઈક સારું હોવા પર આધાર રાખે છે - અલબત્ત તમારા પ્રત્યે. તમે હંમેશા કોઈની કે કોઈ વસ્તુની ભલાઈ પર ગણતરી કરો છો. અથવા બીજા શબ્દોમાં કહીએ તો લાગણી મર્યાદિત બની જાય છે. જો તમે પ્રેમ કરો છો તે વ્યક્તિ સારી હોય તો જ તમે તેને પ્રેમ કરવાનું ચાલુ રાખી શકો છો. જો તે તમને ખરાબ લાગે છે, તો તમે તેને પ્રેમ કરી શકતા નથી.
કરુણાનો ફાયદો એ છે કે, જો કોઈ વ્યક્તિ ખૂબ જ ખરાબ હોય, દયનીય સ્થિતિમાં હોય અથવા ખરાબ મૂડમાં હોય, તો તમે તે વ્યક્તિ માટે વધુ કરુણા કરી શકો છો. કરુણા તમને મર્યાદિત કરતી નથી. તે સારા અને ખરાબ વચ્ચેનો ભેદ રાખતો નથી. તેથી કરુણા ચોક્કસપણે પ્રેમ કરતાં વધુ મુક્તિ આપનારી લાગણી છે.
જે પ્રેમમાં પડે છે, તેઓ તેને ખૂબ એન્જોય કરે છે, પરંતુ જ્યારે તેઓ લગ્ન કરે છે, ત્યારે તેની જાહેરાત વિશ્વ સમક્ષ કરવામાં આવે છે. અચાનક, બધો રોમાંચ જતો રહ્યો કારણ કે તે હવે કોઈ કાવતરું ન રહ્યું કારણ કે બધા જ લોકો હવે તેના વિશે જાણી ગયા છે.
પ્રેમના સાજિશનું આ પાસુ લોકોમાં ઘણો દબાણ પેદા કરે છે. જો તમે તમારા અનુભવમાંથી બાકીના અસ્તિત્વને બાકાત રાખશો, તો તે દુઃખનું કારણ બનશે. જો તે વળગાડ તરીકે શરૂ થાય છે અને વળગાડ તરીકે સમાપ્ત થાય છે, તો તમે તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓને આમંત્રણ આપી રહ્યા છો - તે મૂંઝવણમાં મૂકશે. જો તે ઉત્કટ તરીકે શરૂ થાય છે અને અમર્યાદ કરુણામાં વિસ્તરે છે, તો તે મુક્ત કરનાર સાબિત થઈ શકે છે.
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં ઓળખાતા, સદગુરુ એક યોગી, દિવ્યપુરૂષ છે,ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ દ્વારા તેમને સૌથી વધુ વેચાતા લેખક તરીકે નામ આપવામાં આવ્યું છે. 2017 માં, ભારત સરકારે સદગુરુને તેમના અનન્ય અને વિશિષ્ટ કાર્ય માટે પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા. તે વિશ્વના સૌથી મોટા સામૂહિક અભિયાન, સેવ અર્થ - સેવ ધ સોઈલના સ્થાપક છે, જેણે 4 અબજથી વધુ લોકોને તેમના વિચારોથી પ્રભાવિત કર્યાં છે.