Jyeshta Purnima 2023: જેઠ પૂનમ 3 જૂને છે. આ વર્ષે પૂર્ણિમાએ અદભૂત યોગ બની રહ્યો છે. જાણીએ તેના શુભ યોગ અને ઉપાય


આ વર્ષે જયેષ્ઠ પૂર્ણિમા 3 અને 4 જૂને છે. પંચાગ અનુસાર આ દિવસે કરવામાં આવેલા ઉપાયથી સુખ સમૃદ્ધ અને ધનનું વરદાન મળશે. જેઠ પૂર્ણિમાએ મહિલાએ પતિના દિર્ઘાયુ માટે વટ સાવિત્રનું વ્રત પણ કરે છે.જાણીએ આ દિવસે કયાં વિધિ વિધાનથી પૂજા અને વ્રત કરવાથી લાભ થાય છે.


જગન્નનાથ જીની રથ યાત્રાથી પહેલા જયેષ્ટ પૂર્ણિમા પર ભગવાન જગન્નથા, બહન સુભદ્રા અને મોટા ભાઇ બલરામને સહસ્ત્રસ્નાન કરાવવાની પરંપરા છે. આ વર્ષે જયેષ્ઠ પૂર્ણિમાએ ખાસ યોગ બની રહ્યો છે. જે વ્રત કરનારને શીઘ્ર શુભ ફળ પ્રદાન કરનાર છે.


જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે રવિ યોગ, સિદ્ધ યોગ અને શિવ યોગનો સમન્વય બની રહ્યો છે. પૂર્ણિમાના દિવસે આ 3 યોગની રચના ખૂબ જ શુભ માનવામાં આવે છે. સિદ્ધ અને શિવ યોગમાં કરેલી પૂજા અને શુભ કાર્ય સફળ થાય છે અને સાધક પર મહાદેવના આશીર્વાદ વરસે છે.



  • સિદ્ધ યોગ - 03 જૂન 2023, બપોરે 02.48 - 04 જૂન 2023, સવારે 11.59 કલાકે

  • રવિ યોગ - સવારે 05.23 - સવારે 06.16 (3 જૂન, 2023)

  • શિવ યોગ - 02 જૂન 2023, સાંજે 05.10 - 03 જૂન 2023, બપોરે 02.48 કલાકે


જયેષ્ઠ પૂર્ણિમાના ઉપાય


જયેષ્ઠ પૂર્ણિમા પર ઘરે સત્યનારાયણની કથા કરો અને વિષ્ણુજીને લોટથી બનેલી કોઇ મીઠાઇ ધરાવો, માન્યતા છે કે, તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિના વાસ થાય છે અને મા લક્ષ્મી મહેરબાન થાય છે.


જેઠ પૂનમે ચંદ્રોદય 6:39 મિનિટ પર થશે. આ દિવસે ચંદ્રમા અર્ઘ્ય આપવાથી ચંદ્ર દોષ દૂર થાય છે. જયેષ્ઠ પૂર્ણિમાના દિવસ વડવાના ઝાડને દૂઘ ચઢાવવાથી સૌભાગ્ય અને વરની પ્રાપ્તિ થાય છે. વિવાહમાં આવતા વિઘ્નો દૂર થાય છે.   


જેઠ પૂર્ણિમાએ વૈભવ માટે સૂક્તના પાઠ કરો. તેનાથી જીવનમાં પ્રગતિના માર્ગ ખૂલશે અને નોકરીમાં આવતા વિધ્ન પણ દૂર થશે, જયેષ્ઠ પૂર્ણિમાના દિવસે પીપળના વૃક્ષ નીચે વિષ્ણસહસ્ત્રનામના પાઠ કરવાથી ગ્રહ દોષ દૂર થાય છે અને ગ્રહ શાંતિ થાય છે.


Disclaimer : અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.