Dhanteras 2024 Shopping: દિવાળીની ઉજવણી પાંચ દિવસ સુધી ચાલે છે. પ્રકાશના પાંચ દિવસીય ઉત્સવની શરૂઆત ધનતેરસથી થાય છે, જેમાં ધનતેરસ, નરક ચતુર્દશી, લક્ષ્મી પૂજા, ગોવર્ધન પૂજા અને ભાઈબીજ  પણ ઉજવવામાં આવે છે.


 ધનતેરસ 29મી ઓક્ટોબર એટલે કે આજે  છે,કેલેન્ડર મુજબ, ધનતેરસનો તહેવાર દર વર્ષે કારતક કૃષ્ણ પક્ષની ત્રયોદશી તારીખે ઉજવવામાં આવે છે. તેથી આને ધનત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે 2024માં ધનતેરસ 29 ઓક્ટોબર મંગળવારે છે. ધનતેરસનો દિવસ ખરીદી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે કરવામાં આવેલી ખરીદી 13 ગણી વધી જાય છે અને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.


 વાસ્તવમાં ધનતેરસ પર લોકો પોતાની ક્ષમતા મુજબ અનેક પ્રકારની વસ્તુઓ ખરીદે છે. તમે માટીના દીવા અને મોંઘા ઘરેણાં પણ ખરીદી શકો છો. જો કે સોના-ચાંદીના દાગીનાની ખરીદી શુભ છે. જો તમે ધનતેરસ પર સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો પહેલા જાણી લો કે આ દિવસે સોનું અને ચાંદી ખરીદવાનો શુભ સમય કયો છે.


આ શુભ યોગ ધનતેરસના દિવસે રચાશે


29 ઓક્ટોબર 2024 ના રોજ ધનતેરસ પર ત્રિપુષ્કર યોગ રચાઈ રહ્યો છે, જે સવારે 06:31 થી 10:31 સુધી રહેશે. આ સિવાય ધનતેરસના દિવસે સવારે 7.48 વાગ્યા સુધી ઈન્દ્ર યોગ રહેશે. ત્યાર બાદ વૈધૃતિ યોગ રચાશે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર સાંજે 06:34 સુધી છે, ત્યારબાદ હસ્ત નક્ષત્ર રહેશે. આ શુભ યોગોમાં કરવામાં આવેલી ખરીદી અથવા નવા કાર્યની શરૂઆત લાંબા ગાળાના લાભ પ્રદાન કરે છે.


ધનતેરસ પર સોનું અને ચાંદી ખરીદવા માટેનો શુભ મુહૂર્ત


જો તમે ધનતેરસના દિવસે સોના અને ચાંદી જેવી કિંમતી વસ્તુઓ ખરીદતા હોવ તો તેના માટેનો શુભ સમય અવશ્ય જાણવો જરૂરી છે.  સોનું ખરીદવા માટે મીન લગ્નને શુભ માનવામાં આવે છે, જે બપોરે 03:04 થી 04:32 સુધી રહેશે.વૃષભ રાશિને ચાંદીની ધાતુ ખરીદવા માટે શુભ માનવામાં આવે છે, જે સાંજે 06:11 થી 08:08 સુધી રહેશે.