Kuber Mantra Benefits: કોઈપણ પૂજા પછી કુબેર દેવના આ 3 મંત્રનો જાપ કરવાથી દરિદ્રતા ઝડપથી દૂર થાય છે. આ મંત્ર ન માત્ર ગરીબી દૂર કરે છે પરંતુ ઘરમાં સકારાત્મક ઉર્જા પણ લાવે છે.


હિંદુ ધર્મમાં કુબેર દેવને સંપત્તિનો રાજા માનવામાં આવે છે. આ ત્રણ મંત્રનો જાપ કરવાથી જીવનમાંથી દરિદ્રતા દૂર થાય છે અને ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. આર્થિક તંગીનો સામનો કરી રહેલા લોકો આ સમસ્યામાંથી બહાર આવવા માટે કુબેર દેવતાને પ્રસન્ન કરવાના ઉપાયો કરે છે. કોઈપણ પૂજા પછી કુબેર દેવના આ 3 મંત્રનો જાપ કરવાથી દરિદ્રતા ઝડપથી દૂર થાય છે. આ મંત્ર ન માત્ર ગરીબી દૂર કરે છે પરંતુ ઘરમાં સકારાત્મક ઉર્જા પણ લાવે છે. ચાલો જાણીએ કુબેરના આ ત્રણ મંત્રો વિશે.


કુબેર દેવનો  અમોઘ  મંત્ર


ઓમ યક્ષાય કુબેરાય વૈશ્વણા. ધનઘાન્યાધિપતયે


ધનધાન્યસમૃદ્ધિં મે દેહિ દાપય સ્વાહા॥


આ મંત્રનો જાપ કેવી રીતે કરવો


દક્ષિણ તરફ મુખ કરીને આ મંત્રનો 108 વાર જાપ કરો. જાપ કરતી વખતે તમારી સાથે ધનલક્ષ્મી તસવીર અથવા મૂર્તિ રાખો.  એવું માનવામાં આવે છે કે વેલાના ઝાડ નીચે બેસીને આ મંત્રનો 1 લાખ વખત જાપ કરવાથી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે આ મંત્રનો સતત ત્રણ મહિના જાપ કરવાથી જીવનમાં પૈસાની કમી નથી આવતી.


અષ્ટલક્ષ્મી કુબેર મંત્ર


ૐ હ્મીં શ્રીં કુબેરાય અષ્ટ લક્ષ્મી મમ ગૃહે ધન પુરય પુરૂય નમઃ ॥


આ મંત્રનો જાપ કેવી રીતે કરવો


આ દેવી લક્ષ્મી અને કુબેરનો મંત્ર છે. કહેવાય છે કે સાચા મનથી આ મંત્રનો જાપ કરવાથી જીવનમાંથી તમામ પરેશાનીઓ દૂર થાય છે અને પદ, પ્રતિષ્ઠા, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. શુક્રવારની રાત્રે આ મંત્રનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.


ધન પ્રાપ્તિ માટે કુબેર મંત્ર


ઓમ શ્રીં હ્મી કલીં શ્રીં  ક્લીં વિત્તેશ્વરાય નમ: ॥


આ મંત્રનો જાપ કેવી રીતે કરવો


કોઈપણ પૂજા પછી આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને તમામ ભૌતિક સુખો પ્રાપ્ત થાય છે. તેમના જીવનમાં પૈસા અને ભોજનની કોઈ કમી નથી થતી. જે લોકો ધન મેળવવા માટે કુબેર દેવના મંત્રનો નિયમિત જાપ કરે છે તેમને ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી.


 Disclaimer: આ  માહિતી માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. એ સ્પષ્ટતા કરવી  જરૂરી છે કે. એબીપી અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા  જે તે વિષયના નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.