Maghi Purnima 2023 Upay:ઘણા ધાર્મિક ગ્રંથોમાં માઘ માસની પૂર્ણિમાનું મહત્વ જણાવવામાં આવ્યું છે. બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર, ભગવાન વિષ્ણુ પોતે માઘ પૂર્ણિમા પર ગંગામાં નિવાસ કરે છે. આ વર્ષે માઘ પૂર્ણિમા  5 ફેબ્રુઆરી  રવિવારના રોજ  છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું અને જરૂરિયાતમંદોને દાન કરવાનું વિશેષ મહત્વ છે. આ વખતે માઘ પૂર્ણિમા પર એકસાથે અનેક શુભ યોગો બની રહ્યા છે, જેના કારણે તેનું મહત્વ વધુ વધી ગયું છે. એક જ દિવસે આટલા બધા શુભ યોગો હોવા એ દુર્લભ સંયોગ છે.


આ દુર્લભ સંયોગ માઘી પૂર્ણિમાના દિવસે બનશે


જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 5 ફેબ્રુઆરીએ પુષ્ય નક્ષત્ર બપોરે 12 વાગ્યા સુધી રહેશે, જેના કારણે શ્રીવત્સ નામનો શુભ યોગ બનશે. આ સિવાય આયુષ્માન, સૌભાગ્ય, સર્વાર્થસિદ્ધિ અને રવિયોગ નામના 4 અન્ય શુભ યોગ પણ આ દિવસે રચાઈ રહ્યા છે. આટલા બધા શુભ યોગ એકસાથે હોવા એ એક દુર્લભ સંયોગ છે. પૂર્ણિમાને દેવી લક્ષ્મીની પ્રિય તિથિ પણ માનવામાં આવે છે. આ દિવસે જો દેવી લક્ષ્મી સંબંધિત કેટલાક ઉપાયો કરવામાં આવે તો ધનલાભ થવાની સંભાવના વધી જાય છે.


ઉપાય 1


માઘી પૂર્ણિમા પર દેવી લક્ષ્મીની પૂજા કરો અને તેમને સુહાગની તમામ સામગ્રીઓ અર્પણ કરો, જેમાં મેંદી, કુમકુમ, કપડાં, બંગડીઓ વગેરેનો સમાવેશ થાય છે. બાદમાં આ વસ્તુઓ બ્રાહ્મણ સ્ત્રીને આપી દો. થોડી દક્ષિણા પણ આપો. આ રીતે સુહાગની સામગ્રી ચઢાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમની કૃપા દરેક પર બની રહે છે.


ઉપાય 2


માઘી પૂર્ણિમાના દિવસે તમે કોઈપણ લક્ષ્મી મંદિરમાં જાવ તો ત્યાં અન્નક્ષેત્ર હોય તો ઈચ્છા મુજબ અનાજનું દાન કરો. અન્નક્ષેત્ર ન હોય તો પૈસા દાન કરો. મંદિર માટે નવો ભગવો ધ્વજ પૂજારીને આપો જેથી જ્યારે યોગ્ય સમય આવે ત્યારે તે તેને મંદિરની ટોચ પર લગાવી શકે. આ સાથે, દેવીનો આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે.


ઉપાય 3


માઘી પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીના ચરણોમાં આખી હળદરના 7 ગઠ્ઠા રાખો અને થોડા સમય પછી તેને લાલ કપડામાં બાંધીને તમારા ઘરની ધનની જગ્યાએ એટલે કે તિજોરીમાં રાખો.


ઉપાય 4


માઘી પૂર્ણિમાના અવસરે મા લક્ષ્મીને સાકરવાળું દૂઘ અર્પણ કરો અને બાદ આ પ્રસાદને વહેચી દો. આ ઉપાયથી આસ્મિક ઘનલાભ થાય છે.


ઉપાય 5


માઘી પૂર્ણિમાના દિવસે ગાયના દૂધમાં કેસર મિક્સ કરીને માતા લક્ષ્મીનો અભિષેક કરો. અભિષેક દરમિયાન દેવી લક્ષ્મીના મંત્રોનો જાપ કરતા રહો. આ ઉપાયથી દેવી લક્ષ્મી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. આ ઉપાયથી જલ્દી જ ધનલાભનો યોગ બને છે.


 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.