Mahashivratri 2022:મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરવાનો નિયમ છે. ધાર્મિક માન્યતા છે કે, આ દિવસે શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે.


મહાશિવરાત્રી 2022 ના દિવસે ભગવાન શિવની પૂજા કરવાનું વિધાન  છે. ધાર્મિક માન્યતા છે કે, આ દિવસે શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે. આ વખતે મહાશિવરાત્રિ પર વિશેષ સંયોગ બની રહ્યો છે. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજા કરવી વિશેષ ફળદાયી છે. કહેવાય છે કે આ દિવસે શિવપુરાણનો પાઠ કરવાથી ભોલેનાથ જલ્દી પ્રસન્ન થાય છે.


એવી પણ માન્યતા છે કે આ દિવસે સંતાન પ્રાપ્તિ માટે શિવપુરાણનો પાઠ કરવાથી લાભ થાય છે. પરંતુ શિવપુરાણનો પાઠ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.


શિવપુરાણ પાઠમાં વર્તો સાવધાની


એક ધાર્મિક માન્યતા છે કે, શિવપુરાણના પાઠ અથવા શ્રવણ દ્વારા મન અને શરીરને શુદ્ધ કરવું જરૂરી છે. સ્નાન વગેરે પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો અને શિવમાં સાચી શ્રદ્ધા રાખો. કોઈના પ્રત્યે નફરત ન રાખો.


 એવું માનવામાં આવે છે કે, પાઠ દરમિયાન કોઈની ટીકા કે નિંદા કરવાથી પાઠનો પૂરો લાભ મળતો નથી. આ સમય દરમિયાન શુદ્ધ અને સાત્વિક ભોજન જ ખાઓ.


આ દરમિયાન તામસી ભોજનું સેવન ન કરો. પાપ કર્મથી બચો. એ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે કોઇનું દીલ ન દુભવવું.


સંતાન પ્રાપ્તિની કામના થાય છે પૂર્ણ


શાસ્ત્રોમાં શિવપુરાણને પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે. શિવ પુરાણમાં  શિવનો મહિમા ખૂબ જ સારી રીતે વર્ણવવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે, તેનો પાઠ કરવાથી કે સાંભળવાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ સાથે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનાર સાધકોની મનોકામના પણ પૂર્ણ થાય છે. દામ્પત્ય જીવનમાં આવતી પરેશાનીઓને દૂર કરવા માટે પણ શિવપુરાણનો પાઠ કરવામાં આવે છે. તેનાથી જીવનના તમામ પાપકર્મોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.


Disclaimer:અહીં આપેલી જાણકારી માત્ર માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા માન્યતા કે જાણકારીની પુષ્ટી કરતું નથી. કોઇ પણ જાણકારી કે માન્યતાને અમલમાં લાવતા પહેલા નિષ્ણાતની સલાહ અવશ્ય લો