Makar Sankranti 2026 Predictions: વર્ષ 2026 નો પ્રથમ મોટો તહેવાર અને જ્યોતિષીય ઘટના એટલે મકરસંક્રાંતિ (Makar Sankranti). હિન્દુ ધર્મમાં આ પર્વનું વિશેષ મહત્વ છે. આગામી 14 જાન્યુઆરી, 2026 ના રોજ સૂર્યનારાયણ ધનુ રાશિમાંથી વિદાય લઈને પોતાના પુત્ર શનિની રાશિ મકર રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ ઘટનાને સૂર્ય સંક્રાંતિ કહેવામાં આવે છે. આ વખતે સોનામાં સુગંધ ભળે તેમ આ દિવસે પવિત્ર 'એકાદશી' તિથિ પણ છે, જે આ ગોચરને વધુ ફળદાયી બનાવે છે.

Continues below advertisement

ભારતીય માનક સમય મુજબ, 14 જાન્યુઆરી, 2026 ના રોજ બપોરે 3:15 વાગ્યે સૂર્યનું મકર રાશિમાં સંક્રમણ થશે. જ્યોતિષીય ગણતરી મુજબ, જ્યારે સૂર્ય શિસ્ત અને ન્યાયના દેવતા શનિના ઘરમાં આવે છે, ત્યારે જીવનમાં જવાબદારી, સંયમ અને કર્મોનો હિસાબ મુખ્ય બની જાય છે. બપોરના સમયે થતું આ પરિવર્તન તાત્કાલિક પરિણામને બદલે ધીમે-ધીમે પણ લાંબા ગાળાની અસરો જન્માવશે.

ચાલો જાણીએ કે આ અવકાશી ઘટના મેષથી લઈને મીન સુધીની તમામ 12 રાશિઓ (Zodiac Signs) પર કેવી અસર કરશે.

Continues below advertisement

રાશિ મુજબ મકરસંક્રાંતિ 2026 ની અસરો:

  1. મેષ (Aries): આ સંક્રાંતિ તમારા જીવનમાં સ્થિરતાનો પાયો નાખશે. ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળવું પડશે. નેતૃત્વ ગુણો વિકસાવો અને નાની-નાની બાબતોમાં સમય વેડફવાને બદલે મોટા લક્ષ્યો પર ધ્યાન આપો. સખત પરિશ્રમ જ સફળતાની ચાવી બનશે.
  2. વૃષભ (Taurus): તમારા માટે આ સમય ધીરજ અને આયોજનનો છે. ટૂંકા ગાળાના ફાયદાને બદલે લાંબા ગાળાના ભવિષ્ય વિશે વિચારવું હિતાવહ રહેશે. જે કામ રાબેતા મુજબ ચાલી રહ્યા છે તેમાં જ ધ્યાન આપો, નવા પ્રયોગો કરવાનો આ સમય નથી.
  3. મિથુન (Gemini): આત્મચિંતન કરવાનો શ્રેષ્ઠ સમય છે. જૂના સંબંધો અને અધૂરા નિર્ણયો ફરી સપાટી પર આવી શકે છે. તમારે સંબંધોમાં જવાબદારી નિભાવવી પડશે અને મનને શાંત રાખીને આગળ વધવું પડશે.
  4. કર્ક (Cancer): તમે ભાવનાત્મક રીતે વધુ સંવેદનશીલ બની શકો છો. સંબંધોમાં ક્યાં 'ના' કહેવું અને ક્યાં મર્યાદા રાખવી તે સમજવું પડશે. લાગણીઓના પ્રવાહમાં તણાયા વગર પ્રામાણિકતાથી સંબંધો સાચવો.
  5. સિંહ (Leo): માત્ર પ્રશંસાની અપેક્ષા રાખવાને બદલે કર્તવ્ય પર ધ્યાન આપો. કદાચ તમારા કામની કદર તરત ન થાય, પણ ધીરજ રાખો. તમારી દિનચર્યા (Daily Routine) અને સ્વાસ્થ્ય બાબતે જરા પણ બેદરકારી ન રાખવી.
  6. કન્યા (Virgo): શાંત અને સંયમિત રહેવું તમારા પક્ષમાં રહેશે. બધું પરફેક્ટ કરવાની લ્હાયમાં તમે તણાવ લઈ શકો છો, તેથી જે જેવું છે તેને સ્વીકારતા શીખો. નાના સુધારાઓ તમારા વ્યક્તિત્વને નિખારશે.
  7. તુલા (Libra): જીવનસાથી સાથે સંતુલન જાળવવું જરૂરી બનશે. આર્થિક અને ભાવનાત્મક નિર્ણયો સમજી-વિચારીને લેવા. શરૂઆતમાં અસમંજસ લાગી શકે, પરંતુ સ્પષ્ટ વાતચીતથી રસ્તો નીકળશે.
  8. વૃશ્ચિક (Scorpio): આ સમય જૂની યાદો અને લાગણીઓથી મુક્તિ મેળવવાનો છે. એકાંતમાં સમય વિતાવો અને જાત સાથે પ્રામાણિક રહો. જે વાતો તમને દુઃખ આપે છે તેને સ્વીકારીને આગળ વધવું જ શ્રેષ્ઠ ઉપાય છે.
  9. ધનુ (Sagittarius): તમે તમારા જ નિર્ણયો અને લક્ષ્યો પર પુનઃવિચાર કરી શકો છો. આને નિષ્ફળતા ન ગણતા સુધારાની તક માનો. વાણી પર સંયમ રાખવો અત્યંત જરૂરી છે, બોલતા પહેલા બે વાર વિચારવું.
  10. મકર (Capricorn): સૂર્ય તમારી જ રાશિમાં આવી રહ્યો છે, જે જવાબદારીનો અહેસાસ કરાવશે. કામનું દબાણ વધી શકે છે, પણ તે તમને મજબૂત બનાવશે. એક સમયે એક જ કામ પર ફોકસ કરવાથી જીવનમાં સ્થિરતા આવશે.
  11. કુંભ (Aquarius): ભવિષ્યની યોજનાઓ હવે વાસ્તવિકતામાં બદલવાનો સમય પાકી ગયો છે. થોડી ચિંતા કે બેચેની રહી શકે છે કારણ કે પરિણામો તરત નહીં મળે. તમારી માનસિક શાંતિ જાળવી રાખવા પર ભાર મૂકવો.
  12. મીન (Pisces): આત્મખોજ માટેનો આ શ્રેષ્ઠ સમય છે. ભલે તે કંટાળાજનક લાગે, પણ સત્યનો સામનો કરવો પડશે. નિયમિત દિનચર્યા, પૂરતી ઊંઘ અને આધ્યાત્મિકતા તમારા મનને પ્રફુલ્લિત રાખશે.

(ડિસ્ક્લેમર: આ માહિતી જ્યોતિષીય માન્યતાઓ પર આધારિત છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.)