Diwali Recipe:દિવાળીના તહેવાર પર તૈયાર કરવામાં આવતી પરંપરાગત ખાદ્ય વાનગીઓમાંની એક ઘુઘરા  (ગુજિયા) છે. દિવાળી અને હોળી પર આ પરંપરાગત વાનગી અવશ્ય બને છે. ઘુધરા બે પ્રકારના બને છે એક મસાલા ઘુઘરા અને એક સ્વીટ માવા ઘુઘરા,  કેટલાક તેમાં  ભરવામાં સોજીનો ઉપયોગ કરે છે, જ્યારે કેટલાક તેમાં માવો મિકસ કરીને ભરે છે.  આજે અમે તમને માવા ઘુઘરા બનાવવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ. સમજીએ તેની રેસિપી


દિવાળી પર ઘરે અનેક પ્રકારની ખાદ્ય સામગ્રી બનાવવામાં આવે છે. જો તમે પણ આ દિવાળીમાં ઘરે માવા ઘુઘરા  બનાવવા માંગો છો, સ્વાદિષ્ટ સ્વીટ ઘુઘરા બનાવવાની રીત સમજી લો


માવા ઘૂઘરા(ગુજિયા) બનાવવા માટેની સામગ્રી



  • મેંદાનો લોટ - 2 કપ

  • માવો  - 1 કપ

  • સોજી – 1 કપ

  • ખાંડ -   1 કપ (દળેલી)

  • ઘી - 1 કપ

  • એલચી પાવડર - 1 ચમચી

  • છીણેલી બદામ - 1 ચમચી

  • કિશમિશ- 1 ચમચી

  • તળવા માટે તેલ


માવા ગુજિયા બનાવવાની રીત


માવા ગુજિયા બનાવવા માટે સૌપ્રથમ  ઘીમાં લોટ બાંધી લો.  ત્યાર બાદ લગભગ અડધો કલાક લોટને રેસ્ટ કરવા દો.  આ દરમિયાન, ગુજિયામાં સ્ટફિંગ બનાવવાની તૈયારી શરૂ કરો. સૌપ્રથમ માવો (ખોયા) લો અને તેને ધીમી આંચ પર એક તપેલીમાં થોડીવાર શેકી લો. સોજીને પણ શેકી લો.  માવા નો રંગ લાઈટ બ્રાઉન થઈ જાય તો ગેસ બંધ કરી ને ઠંડુ થવા મુકો. જ્યારે માવો સંપૂર્ણપણે ઠંડુ થઈ જાય, તેમાં સોજી અને  ત્યારે તેમાં બદામ, એલચી પાવડર, કિશમિશ,   અને એક કપ ખાંડ ઉમેરો.હવે મેંદાના લોટની પૂરી વણેલો તેને ગુજિયાના સાંચામાં નાખીને તૈયાર કરેલ સ્ટફિગ ભરો, બાદ સાંચાને બંધ કરીને કિનારેથી ઘુઘરાને પેક કરી દો. બાદ તવા પર તેલ ગરમ કરો અને તૈયાર ધુધરાને તળી લો,. તૈયાર છે દિવાળીની સ્પેશિયલ સ્વીટ ડિશ ઘૂઘરા,જો આપ ચાસણીવાળી ઘૂઘરા ખાવા ઇચ્છતા હો તો ચાસણી તૈયાર કરીને તેમાં ઘૂઘરા ડીપ કરો. આજ રીતે આપ સ્પાઇસી ઘૂઘરા પણ બનાવી શકો છો. જેનુ સ્ટફિગ અલગ રહે છે. આ રીતે ઘૂઘરા ત્રણ પ્રકારે બનાવી શકાયછે.