Mangal gochar 2022: મંગળ ગ્રહનું ગોચર 16 જાન્યુઆરી રવિવાર 3 વાગ્યે 26 મિનિટ પર ધનુ રાશિમાં શરૂ થયું. જ્યોતિષમાં ગ્રહોનું ગોચર ખૂબ જ મહત્વની ઘટના છે. કારણ કે તેની સકારાત્મક અને નકારાત્મક અસર રાશિઓ પર પડે છે. આ ગોચર આ પાંચ રાશિના જાતકના જીવનમાં મચાવી શકે છે ઉથલપાથલ.


વૃષભ રાશિ


વૃષભ રાશિના જાતકનો બારમા અને સાતમા ભાવનો સ્વામી મંગળ છે. આ સમય દરમિયાન વૃષભ રાશિના જાતકે સંભાળવાની જરૂર છે. ખાસ કરીને વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી નહિ તો નાની –મોટી ઇજા થઇ શકે છે.


કન્યા રાશિ


કન્યા રાશિના જાતકો માટે મંગળ ત્રીજા અને આઠમા ભાવનો સ્વામી મનાય છે. આ સમય દરમિયાન વાદ વિવાદથી બચવું. શાંતિ જાળવવી. દોસ્તી અને સગા સંબંધી સાથે કોઇ પણ વાતને લઇને વાદ વિવાદમાં ન ઉતરવું. આ સમય દરમિયાન આપને અનૂકૂળ પરિણામ નહીં મળે. આપ સ્વયંને શાંત રાખવાની કોશિશ કરો.


તુલા રાશિ


મંગળ ગ્રહ તુલા રાશિના જાતકના બીજા  અને સાતમા ભાવનો સ્વામી મનાય છે. આ ગોચર દરમિયાન આપને ત્રીજા ભાવ  એટલે ભાઇ બહેન, નાની યાત્રા અને સાહસના ભાવમાં ગોચર કરશે.  આ અવધિમાં તુલા રાશિના જાતક કોઇપણ કાર્ય કરતા પહેલા સાવધાન રહે. આ સમય દરમિયાન વ્યવહારિક થઇને નિર્ણય કરો.


વૃશ્ચિક રાશિ


મંગળ આપના પહેલા અને છઠ્ઠા ભાવનો સ્વામી મનાય છે.  આ ગોચર દરમિયાન મંગળ વૃશ્ચિક રાશિના જાતકો બીજા ભાવ એટલે કે પરિવાર, ભાષા, ઘન સંચયના ભાવમાં ગોચર કરશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે શુભ નહીં રહે. આપના દ્રારા કરવામાં આવેલા પ્રયાસથી નિરાશા હાથ લાગશે. જેના કારણે આપની અંદર ક્રોધ ઇર્ષાનો ભાવ ઉત્પન થઇ શકે છે.


મકર રાશિ


મંગળ ગ્રહ મકર રાશિના ચોથા અને અગિયાર  ઘરનો સ્વામી છે. આ ગોચર દરમિયાન તે બારમા ઘર એટલે કે,  ધાર્મિકતા, વિદેશી લાભ, ખર્ચ, મોક્ષ વગેરેમાં ગોચર કરશે. મંગળ સંક્રમણના આ સમય દરમિયાન  આપના ખર્ચમાં વધારો કરી શકે છે. આ સમય દરમિયાન અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે તેમજ પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે.