Mangal Rashi Parivartan 2022: વૈદિક જ્યોતિષમાં ગ્રહના રાશિ પરિવર્તનનું વિશેષ મહત્વ છે. ગ્રહોનું રાશિ પરિવર્તન ર તમામ 12 રાશિઓને અસર કરે છે. 26 ફેબ્રુઆરીએ શનિની રાશિ મકર રાશિમાં મંગળનું સંક્રમણ થવાનું છે. મંગળનું રાશિ પરિવર્તન ઘણી રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. જાણીએ આ રાશિ કઇ કઇ છે.


મેષ રાશિ


 મંગળનું ગોચર તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. મંગળ રાશિ પરિવર્તન તમારી રાશિના દશમા એટલે કે કર્મ ગૃહમાં થશે. આ દરમિયાન તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. અટવાયેલા કામો પૂરા થઈ શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે.


વૃષભ રાશિ


મંગળ આપની રાશિના નવમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. મંગળના ગોચર દરમિયાન આપ  જે પણ કામ હાથમાં રાખશો તે પૂર્ણ થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આપનો આ સમયમાં  આત્મવિશ્વાસ પણ  ભરપૂર રહેશે. જેથી આપ પુરી ઊર્જા સાથે કામ કરી શકશો, આ સમયે આપ જ્યાં પણ રોકાણ કરશો આપને લાભ થશે સાહસથી સિદ્ધિ મળશે. દરેક કાર્યમાં સફળતા મળશે.


ધનુ રાશિ


 ધનુ રાશિના લોકો માટે મંગળનું ગોચર ફાયદાકારક સાબિત થશે. મંગળ તમારી રાશિના બીજા ઘરમાં એટલે કે પૈસા અને વાણીમાં ગોચર કરી રહ્યો છે. આ સમય દરમિયાન મીડિયા, માર્કેટિંગ અને ફિલ્મ લાઇન સાથે જોડાયેલા લોકોને વધુ  લાભ થશે. વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે.જો આપ નવો કોઇ બિઝનેશ શરૂ કરવાનું વિચારતાં હો તો પણ શ્રેષ્ઠ સમય છે.


મીન  રાશિ


 મીન રાશિના લોકોને મંગળનું ગોચર શુભ સાબિત થશે. આપના આ સમય દરમિયાન સારા સમાચાર મળી શકે છે. આ દરમિયાન તમારી આવક સારી રહેશે.તમારી રાશિના અગિયારમા ઘરમાં મંગળ સંક્રમણ થઈ રહ્યું છે. વેપારનો વિસ્તાર થશે. નવી નોકરીની ઓફર મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.