Mangal Shukra Yuti: વર્ષ 2026 ની શરૂઆતમાં જ અવકાશમાં ગ્રહોની ચાલમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, મકરસંક્રાંતિના પાવન પર્વ બાદ તરત જ બે પ્રભાવશાળી ગ્રહો એકબીજાની નજીક આવી રહ્યા છે. આશરે 18 મહિનાના લાંબા સમયગાળા બાદ મંગળ (Mars) અને શુક્ર (Venus) એક જ રાશિમાં ભેગા થશે, જેને જ્યોતિષની ભાષામાં 'યુતિ' (Conjunction) કહેવામાં આવે છે. મકર રાશિમાં સર્જાતો આ સંયોગ અમુક રાશિઓ માટે કુબેરના ભંડાર ખોલી શકે છે.
શુક્ર અને મંગળ: પ્રેમ અને પરાક્રમનો સંગમ
વૈદિક જ્યોતિષમાં શુક્રને ધન, વૈભવ, પ્રેમ અને ઐશ્વર્યનો કારક માનવામાં આવે છે, જ્યારે મંગળ ગ્રહને ઉર્જા, સાહસ, પરાક્રમ અને ભૂમિનો કારક ગણવામાં આવે છે. જ્યારે આ બંને ગ્રહો મળે છે, ત્યારે વ્યક્તિના જીવનમાં ધન અને શક્તિ બંનેનો પ્રભાવ વધે છે.
ક્યારે બનશે આ મહાયોગ?
ગ્રહોની સ્થિતિ જોઈએ તો, શુક્ર ગ્રહ 12 January ના રોજ મકર રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ સેનાપતિ ગણાતો મંગળ ગ્રહ 16 January, 2026 ના રોજ મકર રાશિમાં ગોચર (Transit) કરશે. આમ, 16 January થી મકર રાશિમાં મંગળ અને શુક્રની યુતિ રચાશે. જાણીતા જ્યોતિષી અનીશ વ્યાસના જણાવ્યા મુજબ, આ પરિવર્તન નીચે મુજબની 3 રાશિઓ માટે અત્યંત શુભ સાબિત થશે.
આ 3 રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે:
1. વૃષભ રાશિ (Taurus): ભાગ્યનો સાથ મળશે મંગળ અને શુક્રની આ યુતિ વૃષભ રાશિના નવમા ભાવ એટલે કે 'ભાગ્ય ભાવ'માં બની રહી છે.
ફાયદો: તમને દરેક કાર્યમાં કિસ્મતનો પૂરેપૂરો સાથ મળશે. નોકરીમાં પ્રમોશન (Promotion) અને પગાર વધારાના પ્રબળ યોગ છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મોટી સફળતા મળશે. અટકેલા પૈસા પાછા મળવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
2. તુલા રાશિ (Libra): ભૌતિક સુખમાં વધારો તમારી રાશિના ચોથા ભાવમાં આ યુતિ સર્જાઈ રહી છે, જે સુખ-સુવિધાનું સ્થાન છે.
ફાયદો: આ સમયગાળામાં તમે નવું વાહન અથવા મકાન-જમીન (Property) ખરીદી શકો છો. ભૌતિક સુખ-સગવડમાં વધારો થશે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તમને માનસિક શાંતિનો અનુભવ થશે. તમારા નક્કી કરેલા લક્ષ્યો સરળતાથી પૂરા થશે.
3. ધનુ રાશિ (Sagittarius): વાણીથી થશે લાભ ધનુ રાશિના જાતકો માટે આ યુતિ બીજા ભાવમાં એટલે કે 'ધન અને વાણી'ના ભાવમાં બની રહી છે.
ફાયદો: તમારી વાણીમાં ગજબનું આકર્ષણ જોવા મળશે, જેનાથી લોકો પ્રભાવિત થશે. આકસ્મિક ધનલાભ (Financial Gain) થવાની પૂરી શક્યતા છે. વેપારમાં નવી ડીલ ફાઈનલ થઈ શકે છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.
(ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી જ્યોતિષીય ગણતરીઓ અને માન્યતાઓ પર આધારિત છે. ચોક્કસ માર્ગદર્શન માટે નિષ્ણાતની સલાહ લેવી.)