mars transit in taurus 2026: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના ગોચરનું (એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ) ખૂબ મોટું મહત્વ હોય છે. આગામી 21 જૂન 2026 ના રોજ હિંમત અને ઊર્જાનો કારક ગ્રહ મંગળ શુક્રની રાશિ વૃષભમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. મંગળ અને શુક્રની ઊર્જાનું આ મિલન જ્યોતિષીય દૃષ્ટિએ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ ગોચરની અસરથી 5 ભાગ્યશાળી રાશિઓ (વૃષભ, કર્ક, સિંહ, ધનુ અને મીન) ના લોકોના જીવનમાં મોટા અને સકારાત્મક ફેરફારો આવવાના છે. તેમની કરિયરથી લઈને બેંક બેલેન્સ સુધી બધું જ બદલાઈ જશે. ચાલો જાણીએ આ 5 રાશિઓ માટે કેવો રહેશે સમય અને કયા ઉપાયોથી થશે બમણો લાભ.
મંગળ ગોચર આ 5 રાશિઓ માટે લાવશે "સુવર્ણ કાળ"
1. વૃષભ: પર્સનાલિટી ખીલશે અને બમ્પર પ્રગતિ થશે
સૌથી વધુ ફાયદો આ રાશિના લોકોને જ થશે કારણ કે મંગળ તમારી જ રાશિમાં આવી રહ્યો છે.
કરિયર: નોકરી-ધંધામાં મોટા અને સારા ફેરફારો જોવા મળશે.
આર્થિક સ્થિતિ: નવા લોકો સાથે મુલાકાત થશે જે ભવિષ્યમાં પૈસા કમાવવાના નવા રસ્તા ખોલશે.
અંગત જીવન: તમારો આત્મવિશ્વાસ સાતમા આસમાને રહેશે. લવ લાઈફ શાનદાર રહેશે અને પાર્ટનર સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે.
2. કર્ક: તમારી સખત મહેનત રંગ લાવશે
આ ગોચર કર્ક રાશિવાળા માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
નોકરી-ધંધો: જો લાંબા સમયથી પ્રમોશન કે પગાર વધારો (ઈન્ક્રીમેન્ટ) અટકેલો હોય, તો હવે તે ફાઈનલ થઈ જશે. વેપારમાં પણ નવા મોટા ઓર્ડર મળી શકે છે.
રોકાણ: જૂના રોકાણમાંથી હવે સારું એવું રિટર્ન મળવાની પૂરી શક્યતા છે, જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે.
આ પણ વાંચોઃ 22 જૂને સૂર્યનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ: આ વર્ષે 56 દિવસ જ વરસી શકે છે વરસાદ, જાણો કયા મહિનામાં કેટલો?
3. સિંહ: આવકમાં અને માન-સન્માનમાં મોટો વધારો થશે
સિંહ રાશિવાળા લોકો માટે મંગળનું આ ગોચર બંધ રસ્તાઓ ખોલી નાખશે.
અટકેલા કામ પૂરા થશે: છેલ્લા કેટલાક મહિનાઓથી જે કામ અટવાઈ પડ્યા હતા, તે હવે ફટાફટ ગતિ પકડશે.
ઓફિસ પોલિટિક્સથી મુક્તિ: ઓફિસમાં તમારી મહેનતની કદર થશે અને ખુદ બોસ પણ તમારા વખાણ કરશે.
બજેટનું ધ્યાન રાખજો: આવકના નવા રસ્તા તો ખુલશે, પણ સામે ખર્ચો પણ વધી શકે છે, એટલે બજેટ સાચવીને ચાલજો.
આ પણ વાંચોઃ શુક્ર-શનિની મહાયુતિથી બન્યો દ્વિ-સપ્તામસ યોગ, આજથી આ 4 રાશિઓનું ભાગ્ય ચમકશે!
4. ધનુ: પૈસાની તમામ તકલીફો દૂર થશે
આ ગોચર ધનુ રાશિના લોકોની પૈસાની તકલીફ દૂર કરશે અને માનસિક શાંતિ આપશે.
પરિવારનો સાથ: ઘરના લોકોનો પૂરો સપોર્ટ મળશે, જેનાથી તમે ખુશખુશાલ રહેશો.
અટવાયેલા પૈસા પાછા મળશે: ધીમે ધીમે આર્થિક સમસ્યાઓ દૂર થશે અને ક્યાંક ફસાયેલા પૈસા પાછા મળવાના ચાન્સ છે.
પોઝિટિવ બદલાવ: નોકરીયાત વર્ગને નવી અને મોટી જવાબદારીઓ મળી શકે છે, જે ફ્યુચરમાં બહુ ફાયદો કરાવશે.
5. મીન: કામમાં ફોકસ વધશે, રોકાણથી બખ્ખાં થશે
મીન રાશિના લોકોમાં એક નવી જ એનર્જી જોવા મળશે.
લક્ષ્ય પૂરા થશે: તમે તમારા ગોલ પર એકદમ ફોકસ રહેશો અને એક્ટિવ થઈને કામ કરશો.
ધીરજનાં ફળ મીઠાં: આ સમયમાં કોઈ પણ ઉતાવળિયો નિર્ણય લેવાનું ટાળજો. શાંતિ રાખશો તો બધું આપોઆપ સેટ થઈ જશે.
નફો: જો તમે શેરબજાર કે પ્રોપર્ટીમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો, તો આ સમય તમને તગડો નફો કરાવી શકે છે.
મંગળ ગોચરના બમણા લાભ માટે આટલું ચોક્કસ કરો
જો તમે ઈચ્છતા હોવ કે મંગળ દેવની પૂરી કૃપા તમારા પર વરસે અને નકારાત્મક અસર દૂર થાય, તો આ 3 સિમ્પલ ઉપાય ચોક્કસ કરજો:
હનુમાનજીની ભક્તિ: દર મંગળવારે નિયમિતપણે હનુમાનજીની મંદિરે જઈ પૂજા કરો અને હનુમાન ચાલીસાના પાઠ કરો.
મંગળવારે ખાસ દાન: આ સમયગાળામાં કોઈ જરૂરિયાતમંદને લાલ મસૂરની દાળ, ગોળ અને લાલ કપડાંનું દાન કરવાથી તમારી કુંડળીમાં મંગળ ગ્રહ મજબૂત બને છે.
વાણી પર કંટ્રોલ રાખો: મંગળ એ ઉર્જા અને ગુસ્સાનો કારક છે, એટલે વાત-વાતમાં ગુસ્સો આવી શકે છે. ખોટી માથાકૂટમાં પડવાનું ટાળજો અને મગજ શાંત રાખજો.
(ખાસ નોંધ: અહીં આપેલી માહિતી જ્યોતિષીય ગણતરીઓ અને સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. કોઈપણ ઉપાય અજમાવતા પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.)
