Budh Gochar 2022: ગ્રહનો રાજકુમાર બુધે આજે ધન રાશિમાં પ્રવેશ કર્યો છે. ડિસેમ્બર માસમાં બુધ કેટલીક રાશિમાં પ્રવેશ કરશે, બધુના રાશિ પરિવર્તનની કઇ રાશિ પર શું થશે અસર


જ્યોતિષશાસ્ત્રમાં બુધને બુદ્ધિ, વાણી, વેપાર, તર્કસંગતતા, ગણિત, બુદ્ધિમત્તા, તર્ક, ચતુરાઈ, સંવાદ અને સંચારનો કારક માનવામાં આવે છે. ગ્રહોનો રાજકુમાર બુધ ડિસેમ્બર મહિનામાં 3 વખત પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે.


  બુધનું પ્રથમ રાશિ પરિવર્તન


 ડિસેમ્બર મહિનામાં બુધ 3 વખત રાશિ પરિવર્તન કરશે. આ મહિનાનો પ્રથમ રાશિ પરિવર્તન 3 ડિસેમ્બરે થશે. જેમાં બુધ ગ્રહ વૃશ્ચિક રાશિ છોડીને ગુરુની રાશિમાં પ્રવેશ કરશે. પંચાંગ મુજબ બુધ ગ્રહ 3 ડિસેમ્બર શનિવારના રોજ સવારે 06.56 કલાકે ધન રાશિમાં ગોચર કરશે.


બુધની બીજું રાશિ પરિવર્તન


 બુધનું બીજું રાશિ પરિવર્તન 28 ડિસેમ્બર, બુધવારે થશે. આ દિવસે સવારે 06 કલાકે તે ધન રાશિ છોડીને મકર રાશિમાં ગોચર  કરશે. બુધ અહીં માત્ર બે દિવસ માટે ગોચર ણ કરશે. તે પછી તે ફરીથી ધન રાશિમાં પરત ફરશે.


બુધની ત્રીજું રાશિ પરિવર્તન


 શુક્રવાર, 30 ડિસેમ્બરના રોજ બુધ આ મહિનામાં ત્રીજી વખત તેની રાશિ બદલશે. 30મી ડિસેમ્બરે રાત્રે 11.11 કલાકે બુધ ગ્રહ ફરીથી ધન રાશિમાં પ્રવેશ કરશે.


ડિસેમ્બરમાં બુધના ગોચરની  શું અસર થશે?


ડિસેમ્બરમાં બુધના ત્રણ વખત રાશિ પરિવર્તનથી તમામ રાશિઓ પ્રભાવિત થશે. કેટલીક રાશિઓને આ પરિવર્તનથી ફાયદો થશે જ્યારે કેટલાકને તેનાથી નુકસાન થશે. મિથુન, સિંહ, મકર અને કુંભ રાશિના લોકોને બુધના આ રાશિ પરિવર્તનથી વિશેષ લાભ થશે. ડિસેમ્બરમાં બુધના ત્રણ વખત રાશિ પરિવર્તનને કારણે તેમનો વેપાર વધશે. તેનાથી નફો વધશે. નોકરી સાથે જોડાયેલા લોકોને આ ટ્રાન્ઝિટના ઘણા ફાયદા મળશે. આ રાશિના જાતકોના સુખ અને વૈભવમાં વધારો થશે. આ લોકો કોઈપણ ઘર કે જમીનનો સોદો કરી શકે છે. આ મહિને અચાનક નાણાકીય લાભ થવાની પણ સંભાવના છે.


Disclaimer:: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા કે દવા નુસખા કે ઉપાયને અમલમાં મૂકતા પહેલા, જે તે વિષય  સંબંધિત નિષ્ણાતની સલાહ લો.