Nostradamus 2026 Predictions: થોડા સમય બાદ વર્ષ 2026 શરૂ થવાનું છે અને દરેક વ્યક્તિ નવા વર્ષનું ભવિષ્ય જાણવા માંગે છે. વિશ્વના કેટલાક પયગંબરો તેમની આગાહીઓ માટે ખૂબ પ્રખ્યાત છે, જેમાં નાસ્ત્રેદમસ અને બાબા વેંગાનો સમાવેશ થાય છે. ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસે પણ ઘણી ભવિષ્યવાણીઓ કરી છે.
જાણીતા ફ્રેન્ચ ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસ ફરી એકવાર ચર્ચામાં છે, કારણ કે 2026 અંગે તેમના દ્વારા કહેવામાં આવેલી વાતો સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. સાચું કહીએ તો લોકો તેને સાંભળીને થોડા ગભરાઈ ગયા છે. એવી ચર્ચા છે કે તેમની ભવિષ્યવાણી નવા પોપ માટે સંકટ તરફ ઈશારો કરી રહી હશે. નાસ્ત્રેદમસના પુસ્તક Les Propheties, જે વર્ષ 1555 માં છપાઈ હતી જેમાં લખેલી કવિતાના અંશોને વિશ્વની મુખ્ય ઘટનાઓ સાથે જોડવામાં આવી રહ્યા છે.
નવા વર્ષ માટે એક મહિના કરતાં પણ ઓછો સમય બાકી હોવાથી તે સ્વાભાવિક છે કે લોકો આશ્ચર્ય પામી રહ્યા છે કે આગામી વર્ષમાં શું નવી ઘટનાઓ બનશે. આ ઉપરાંત, ભવિષ્યવક્તા બાબા વેંગાની 2026 વિશેની ભયાનક આગાહીઓએ લોકોને વધુ અસ્વસ્થ્ય કર્યા છે. આ જ કારણ છે કે હવે ઘણા લોકો નાસ્ત્રેદમસની લખેલી પંક્તિઓમાં આશા શોધી રહ્યા છે. જોકે નાસ્ત્રેદમસે તેમની કોઈપણ ભવિષ્યવાણીમાં ક્યારેય 2026 જેવા વર્ષનો ઉલ્લેખ કર્યો નથી, નિષ્ણાતો માને છે કે તેમની કવિતાના કેટલાક ફકરા આગામી વર્ષમાં થતી ઘટનાઓને પ્રતિબિંબિત કરી શકે છે. ચાલો તે ડરામણી ઘટનાઓ વિશે જાણીએ.
મધમાખીઓનું મોટું ટોળું
નાસ્ત્રેદમસ દ્વારા લખાયેલી કવિતા પર આધારિત એક ભવિષ્યવાણી આજકાલ ચર્ચામાં છે. સંપૂર્ણપણે સ્પષ્ટ ન કહી શકાય પરંતુ કવિતાનો નંબર 26 હોવાના કારણે લોકો તેને 2026 સાથે જોડી રહ્યા છે. Sky History એ આવા એક ફકરાને ટાંકીને કહ્યું કે " મધમાખીઓનું એક મોટું ટોળું આવશે જેનાથી રાત કાળી થશે." આ ભયાનક લાગે છે, પરંતુ તેની પાછળ કેટલું સત્ય છે તે ખબર નથી.
જાણકારોના મતે, આનો અર્થ એ નથી કે મધમાખીઓનું ટોળું એક દિવસ હુમલો કરશે. Sky History આગળ જણાવે છે કે મધમાખીઓ ઘણી સંસ્કૃતિઓમાં સત્તાનું પ્રતીક રહી છે, જેમ કે ઇજિપ્ત અને પછી નેપોલિયનના શાહી ચિન્હમાં પણ. કેટલાક તો આનો અર્થ એ પણ કરી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જેવા અગ્રણી વ્યક્તિઓ આગામી વર્ષમાં મોટી રાજકીય જીત મેળવી શકે છે.
તિચીનો(Ticino) માટે એક મોટી ભવિષ્યવાણી
નાસ્ત્રેદમસે એક અન્ય ભવિષ્યવાણી સ્વિટ્ઝર્લૅન્ડના તિચીનો (Ticino) શહેર માટે કરી હતી. તેમની કવિતાના એક ફકરામાં જણાવ્યા મુજબ, શહેર તિચીનો (Ticino) લોહીથી ભરાયેલું હશે. તીચિનો (Ticino) સ્વિટ્ઝર્લૅન્ડનો દક્ષિણનો પ્રદેશ છે, જ્યાં અસંખ્ય જંગલો, તળાવો અને હિમનદીઓનો સમાવેશ થાય છે. કોઈને ખબર નથી કે આ ભવિષ્યવાણીમાં આ સ્થળનો ઉલ્લેખ કેમ કરવામાં આવ્યો છે. પરંતુ કારણ ગમે તે હોય, તે ખૂબ જ અપશુકનિયાળ લાગે છે.
સાત મહિના સુધી ચાલશે મોટું યુદ્ધ
નાસ્ત્રેદમસની આગામી ભવિષ્યવાણી સૂચવે છે કે આવતા વર્ષમાં એક મોટું અને વિનાશક યુદ્ધ થઈ શકે છે. આ યુદ્ધ વિશ્વની મહાસત્તાઓ વચ્ચે હોઈ શકે છે, જે સાત મહિના સુધી ચાલશે. કેટલાક નિષ્ણાતો માને છે કે આ આગાહી આગામી વર્ષ માટે ખૂબ જ સચોટ છે. ઘણા નિષ્ણાતો તેને બે દેશો વચ્ચે વધતા તણાવ સાથે પણ જોડી રહ્યા છે. જ્યારે કેટલાક તેને ત્રીજા વિશ્વયુદ્ધનો સંકેત પણ માને છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Disclaimer: અહીં આપેલી માહિતી ફક્ત માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે ABPLive.com કોઈપણ માન્યતાઓ અથવા માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ જાણકારી અથવા માહિતી પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.