Mahashivratri 2026: આજે મહાશિવરાત્રિનું પાવન પર્વ છે. આ અવસરે જો જુદી જુદી સમસ્યા માટે જુદા જુદા ઉપાય જ્યોતિષશાસ્ત્રમાં આપવાાં આવ્યાં છે. જો આપ પણ આ ઉપાય કરવા માંગતા તો રાત્રિના પ્રહરની પૂજામાં આ વસ્તુઓ અર્પણ કરીને જીવનની કેટલીક સમસ્યાથી મુક્તિ મળી શકે છેં. તો જાણીએ મહાદેવને કઇ સમસ્યામાં શું અર્પણ કરવું જોઇએ જેથી સમસ્યાથી મુક્તિ મળે. 

આજે 15 ફેબ્રુઆરી 2026 રવિવારનો દિવસ અને  ફાગણ કૃષ્ણપક્ષની ચતદર્શી, મહાશિવરાત્રિનો પાવન અવસર છે.  આ દિવસે, બોરના આ ઉપાય  તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે.

બોર ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને બોર અચૂક ચઢાવવા. બોર ભગવાન શિવનું ખૂબ પ્રિય ફળ છે. મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર બોર  અર્પણ કરવાથી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.

Continues below advertisement

Continues below advertisement

જો તમે વિવાહિત જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો મહાશિવરાત્રીના દિવસે પતિ-પત્નીએ સાથે મળીને શિવલિંગને  બે ફળ અર્પણ કરવા જોઈએ, આમ કરવાથી દાંપત્ય જીવનમાં પ્રેમ અને મધુરતા વધે છે.

જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન છો તો મહાશિવરાત્રીના દિવસે શિવલિંગને  પર શેરડીના રસનો અભિષેક કરવો જોઇએ. આમ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. અને ધન પ્રાપ્તિના વિકલ્પ ખુલ્લે છે.

જો તમને સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી રહ્યો છે, અથવા તમે લાંબા સમયથી બીમાર છો, તો મહાશિવરાત્રીના દિવસે શિવલિંગને બોર  અવશ્ય અર્પિત કરો, આ ઉપાયથી  બીમારીઓથી છુટકારો મળે છે. ઉપરાંત ગંગાજળથી અભિષેક કરવાથી પણ સ્વાસ્થ્ય સુખ મળે છે. 

 જો તમારા લગ્નજીવનમાં કોઈ સમસ્યા કે અવરોધ સતત આવી રહ્યા હોય તો આ દોષને દૂર કરવા માટે શિવલિંગ પર કેસરનું દૂધ ચઢાવો. ટૂંક સમયમાં તમારા ઘરમાં સારો સંબંધ આવશે અને લગ્નનો યોગ પણ બનશે.
 
જો કોઈ વિવાહિત યુગલને સંતાન પ્રાપ્તિ ન હોય તો આ દિવસે તેઓએ લોટમાંથી શિવલિંગ બનાવીને દરેકને ઓછામાં ઓછા અગિયાર વાર જલાભિષેક કરવો જોઈએ.
બોરનો  ઉલ્લેખ શિવ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. આ શિવનું પ્રિય ફળ છે. બોરના ઝાડને પણ શિવલિંગનું સ્વરૂપ માનવામાં આવે છે. તો તમે પણ મહાશિવરાત્રીના દિવસે શિવલિંગને  બોર અચૂક  અર્પણ કરો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો