Navratri Start Date 2024: પિતૃ પક્ષમાં આપણે આપણા  પૂર્વજોને યાદ કરીએ છીએ જેઓ આ ર દુનિયા છોડીને ગયા છે અને તેમને આદર આપીએ છીએ અને તર્પણ અને પિંડ દાન દ્વારા તેમને સંતુષ્ટ કરીએ છીએ. શ્રાદ્ધ પક્ષ સંપૂર્ણપણે 15 દિવસ પૂર્વજોને સમર્પિત છે, તેથી કહેવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન નવી વસ્તુઓ ખરીદવી અને કોઇ નવી વસ્તુની શરૂઆત કરવી નિષેઘ છે.


 આવું કરવાથી આપણું ધ્યાન પૂર્વજોથી હટી જાય છે અને આપણા પૂર્વજોની આત્માને ઠેસ પહોંચે છે. તેથી  પિતૃપક્ષ સમાપ્ત થતાં જ બીજા દિવસે શારદીય નવરાત્રિ શરૂ થતા નવા કામ નવી ખરીદી કરી શકાય છે, આવી સ્થિતિમાં શું સર્વ પિતૃ અમાવસ્યા પર નહિ પરંતુ પ્રથમ નોરતાથી  નવરાત્રિની પૂજા સામગ્રી ખરીદી  શકાય છે.


 પિતૃપક્ષમાં પિતૃઓને શ્રદ્ધાંજલિ આપવા માટે શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે. ભાદરનાની ની પૂર્ણિમાના દિવસે 17 સપ્ટેમ્બરે શરૂ થયેલ પિતૃ પક્ષ હવે તેના અંતને આરે છે. સર્વ પિતૃ અમાવસ્યા 2જી ઓક્ટોબરે છે. આ દિવસે પૂર્વજો તેમની દુનિયામાં પાછા ફરશે, બીજા દિવસે 3જી ઓક્ટોબરથી શારદીય નવરાત્રિ શરૂ થઈ રહી છે.


શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે, જેના માટે ભક્તો પહેલાથી જ કલશની પૂજા અને સ્થાપના માટે તૈયારી કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર પિતૃ પક્ષમાં નહિ પરતું નોરતાના પ્રથમ દિવસે જ તેની ખરીદી કરી શકાય છે. આ વર્ષે નવરાત્રિમાં ઘટસ્થાપનનો શુભ સમય 3 ઓક્ટોબર 2024ના રોજ સવારે 06.24 થી 08.45 સુધીનો છે.


જે લોકોને તેમના વડવાઓની મૃત્યુ તિથિ ખબર નથી તેઓ  સર્વ પિતૃ અમાવસ્યા પર શ્રાદ્ધ કરી શકે છે કહેવાય છે કે આ દિવસ કરેલ શ્રાદ્ધકર્મ દરેક પિતૃને પહોંચે છે શ્રાદ્ધ વિધિ બાદ અમાવસ્યા સમાપ્ત થયા બાદ પિતરને વિદાય આપીને તેમના આશિષ લઇને નવા કાર્યોની શરૂઆત નવી ખરીદી વગેરે કરી શકો છો.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.