Pitru Paksha 2023: વર્ષ 2023માં શ્રાદ્ધ મહિનો ક્યારે છે  એટલે કે પિતૃ ભક્તિનો પાવન સમય ક્યારે શરૂ થશે, જાણો,  વર્ષે યોજાનાર શ્રાદ્ધની સંપૂર્ણ યાદી. પિતૃપક્ષમાં પિતૃઓના શ્રાદ્ધ પિંડનું શું છે મહત્વ જાણીએ,


પૂર્વજોને સમર્પિત મહિનો એટલે કે પિતૃ પક્ષ મહિનો ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાના દિવસે શરૂ થાય છે અને અશ્વિન મહિનાની અમાવસ્યાના દિવસે સમાપ્ત થાય છે. આ મહિનો પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ વિધિ કરવાનો છે. શ્રાદ્ધ એટલે શ્રદ્ધાથી થયેલી  ભક્તિ. જ્યારે પિતૃ પક્ષ શરૂ થાય છે, ત્યારે પૂર્વજો પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવે છે. પિતૃપક્ષમાં પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.


એવું માનવામાં આવે છે કે, જો તમે શ્રાદ્ધ ન કરો તો પૂર્વજોની આત્માઓને શાંતિ નથી મળતી અને  તમારા ઘરમાં સંઘર્ષની સ્થિતિ વધવા લાગે છે. આવો, ચાલો જાણીએ કે વર્ષ 2023 માં શ્રાદ્ધ ક્યારે શરૂ થશે અને શ્રાદ્ધનું સંપૂર્ણ કેલેન્ડર



  • શુક્રવાર, 29 સપ્ટેમ્બર 2023 - પૂર્ણિમા શ્રાદ્ધ

  • શુક્રવાર, 29 સપ્ટેમ્બર 2023 -  એકમ  શ્રાદ્ધ

  • શનિવાર, 30 સપ્ટેમ્બર 2023 - દ્વિતિયા શ્રાધ

  • રવિવાર, 01 ઓક્ટોબર 2023 - તૃતીયા શ્રાદ્ધ

  • સોમવાર, 02 ઓક્ટોબર 2023 - ચતુર્થી શ્રાદ્ધ

  • મંગળવાર, 03 ઓક્ટોબર 2023 - પંચમી શ્રાદ્ધ

  • બુધવાર, 04 ઓક્ટોબર 2023 - ષષ્ઠી શ્રાદ્ધ

  • ગુરૂવાર, 05 ઓક્ટોબર 2023 - સપ્તમી શ્રાદ્ધ

  • શુક્રવાર, 06 ઓક્ટોબર 2023 - અષ્ટમી શ્રાદ્ધ

  • શનિવાર, 07 ઓક્ટોબર 2023 - નવમી શ્રાદ્ધ

  • રવિવાર, 08 ઓક્ટોબર 2023 - દશમી શ્રાદ્ધ

  • સોમવાર, 09 ઓક્ટોબર 2023 - એકાદશી શ્રાદ્ધ

  • બુધવાર, 11 ઓક્ટોબર 2023 - દ્વાદશી શ્રાદ્ધ

  • ગુરુવાર, 12 ઓક્ટોબર 2023 - ત્રયોદશી શ્રાદ્ધ

  • શુક્રવાર, 13 ઓક્ટોબર 2023 - ચતુર્દશી શ્રાદ્ધ

  • શનિવાર, 14 ઓક્ટોબર 2023 - સર્વ પિત્ર અમાવસ્યા


હિન્દુ ધર્મમાં શ્રાદ્ધનું મહત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસોમાં, આપણે આપણા પૂર્વજોને યાદ કરીએ છીએ, તેમજ તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. એવું માનવામાં આવે છે કે, જો તમારા પૂર્વજો તમારાથી ખુશ અથવા સંતુષ્ટ હશે તો જ તેઓ તમને અને તમારા પરિવારને આશીર્વાદ આપશે. જેના કારણે તમારા પરિવારમાં સુખ-શાંતિ રહેશે.


હિંદુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે, આપણે પૂર્વજોનું શ્રાદ્ધ સંસ્કાર અને પિંડ દાન કરવું જોઈએ, તેનાથી તેમની આત્માને શાંતિ મળે છે. તો તમારે આ વર્ષે કરવામાં આવનાર શ્રાદ્ધની યાદી પણ નોંધી લેવી જોઈએ. આત્મની સદગતિ અને શાંતિ માટે તેમજ પિતૃના આશિષ મેળવવા માટે શ્રાદ્ધ તર્પણ કરવું જરૂરી છે. એવુ મનાય છે કે  પિતૃના આશિષથી જીવનમાં આવતી અણધારી મુશ્કેલીમાં સૂળીનો હુકમ સોઇથી ઉકલે છે. 


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.