Vastu tips For Bamboo Plantવાસ્તુ શાસ્ત્ર અને ફેંગ શુઇ બંનેમાં બામ્બૂ પ્લાન્ટને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. બંને શાસ્ત્રોમાં કહેવાયુ છે કે ઘર કે ઓફિસમાં બામ્બૂ પ્લાન્ટ લગાવવાથી વ્યક્તિનું ભાગ્ય બદલાય છે અને તેને ઘણા સુખની પ્રાપ્તિ થાય છે. તે ગુડ લકની સાઇન છે. બામ્બુ પ્લાન્ટ વ્યક્તિનું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલી શકે છે. આ માટે તમારે બામ્બૂ પ્લાન્ટ સાથે જોડાયેલા કેટલાક નિયમોનું ધ્યાન રાખવુ પડશે.


ધ્યાન રાખો બામ્બૂ પ્લાન્ટ હંમેશા માટી કે કાચના વાસણમાં જ લગાવો. જો તે જમીનમાં લગાવશો તો તે ખૂબ મોટુ થઇ જશે અને તેના શુભ પ્રભાવ નહીં મળે.


ઘરમાં બામ્બૂ પ્લાન્ટ વધુમાં વધુ બેથી ફુટની ઉંચાઇ સુધી હોવુ જોઇએપરંતુ તેનાથી વધુ મોટુ થાય તો તે નેગેટિવ ઇફેક્ટ આપી શકે છે.


બામ્બૂ પ્લાન્ટને ક્યારેય પણ દક્ષિણ-પશ્વિમ દિશામાં ન લગાવવુ જોઇએ. આ દિશામાં તુલસીકેળવાંસ તથા અન્ય શુભ છોડ લગાવવાની મનાઇ છે.


વાસ્તુ અનુસાર ઉત્તર અને પુર્વ દિશામાં બામ્બૂ પ્લાન્ટ લગાવવાથી સૌથી સારા પરિણામો મળે છે.


ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘરમાં બામ્બૂ પ્લાન્ટ ક્યારેય સુકાવો ન જોઇએ. નહીં તો ઘરમાં રહેતા લોકો માટે તે અશુભ પરિણામ આપે છે.


બામ્બૂ પ્લાન્ટ સુકાવા લાગે તો તેની પર તરત ધ્યાન આપવુ જોઇએ. જો તે ગ્રીન ન હોય અને સુકાઇ ગયુ હોય તો બદલી નાંખવુ જોઇએ.


બામ્બૂ પ્લાન્ટ કોઇ ખરાબ જગ્યાએ ન મુકવુ જોઇએ. તેમે તેને ડ્રોઇંગ રૂમ કે બેડરૂમમાં રાખી શકો છો. આમ કરવાથી તમારા પારિવારિક સંબંધો સુધરશે.


 


Happy And Long Life Tips: લાંબુ અને સુખી જીવન જીવવા માંગો છો, તો તરત જ બદલો આદતો


 


રોજની આદતો પર જ આપણી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ નિર્ભર કરે છે. લોકોની કોશિશ હંમેશા હેલ્ધી અને લાંબુ જીવવાની હોય છે. આ માટે આયુર્વેદ હંમેશા બેલેન્સ રાખવાની સલાહ આપે છે.


Happy And Long Life Living Tips: રોજના બિઝી શિડ્યુઅલમાં જો તમે તમારી હેલ્થ પર ધ્યાન ન આપી શકતા હો તો આ આર્ટિકલ ખાસ વાંચો. જો તમે હેલ્ધી અને લોંગ લાઇફ જીવવા ઇચ્છતા હો તો તમારે તમારી કેટલીક આદતો બદલવી જોઇએ.


હેલ્ધી અને લોંગ લાઇફ માટે અવોઇડ કરો આ આદતો


ભુખ ન લાગે તો પણ ખાવુ


ભુખ એ વાતનો સંકેત છે કે તમારુ પાછળનું જમવાનું સારી રીતે પચી ચુક્યુ છે. જ્યારે તમે ભુખ લાગ્યા વિના ખાવ છો તો તમારા લીવર પર તમે જરૂરિયાત કરતા વધુ બોજ નાંખો છો. ભુખ લાગ્યા વગર ખાવું અને ભુખ હોય તો પણ ન ખાવુ બંને બાબતો નુકશાન કરે છે.


અડધી રાતે સુવુ


સુવાનો સૌથી બેસ્ટ સમય રાતે 10 વાગ્યાનો છે. રાતે 10થી 2નો સમય પિત્ત પ્રધાન હોય છે. ત્યારે તમારુ મેટાબોલિઝમ ચરમસીમા પર હોય છે. જો તમે 7થી 7.30 વાગ્યે ખાવાનું બંધ કરી દો છો તો વસ્તુઓ ઝડપથી પચી જાય છે. આખો દિવસ તમે ખાધેલી વસ્તુઓ પણ ઝડપથી પચે છે. અડધી રાત બાદ સુવાથી તમારી ઉંઘની ક્વોલિટી તો ખરાબ થાય છેપરંતુ તમારી હેલ્થ પણ બગડે છે.