Deepak Niyam: હિંદુ ધર્મમાં દરેક દેવતાઓને પ્રસન્ન કરવા માટે અલગ-અલગ રીતો જણાવવામાં આવી છે. ભગવાનની સામે દીવો પ્રગટાવવાના પણ ખાસ  નિયમો છે, શું છે આ નિયમ જાણીએ


 હિન્દુ ધર્મમાં દરરોજ સવારે અને સાંજે પૂજા કરવાનું વિધાન છે. પૂજા દરમિયાન સવારે અને સાંજે દીવા પ્રગટાવવાની પણ પરંપરા છે. ધૂપ અને દીવા વિના કોઈપણ પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી.પૂજા સમયે ઘરના મંદિરમાં દીવો અવશ્ય પ્રગટાવવામાં આવે છે. કેટલાક લોકો સાંજે તુલસી પાસે દીવો પણ પ્રગટાવે છે. દીવો પ્રગટાવવાની પરંપરા સદીઓ જૂની છે.


દીવો પ્રગટાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા અને વાસ્તુ દોષ દૂર થાય છે. રોજની પૂજામાં દીવો પ્રગટાવવાના કેટલાક ખાસ નિયમો છે અને જો તમે તેનું પાલન ન કરો તો દીવો પ્રગટાવવાનો કોઈ ફાયદો નથી. જાણો દીવો પ્રગટાવવા સંબંધિત આ નિયમો વિશે.


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘી કે તેલનો દીવો પ્રગટાવવાના અલગ-અલગ ફાયદા છે. અલગ-અલગ દેવી-દેવતાઓની પૂજામાં અલગ-અલગ તેલના દીવા પ્રગટાવવામાં આવે છે, જો તમે પૂજામાં ઘીનો દીવો પ્રગટાવતા હોવ તો તેને હંમેશા તમારી ડાબી બાજુ રાખવો જોઈએ.


જો તમે પૂજા દરમિયાન તેલનો દીવો પ્રગટાવતા હોવ તો તેને તમારા જમણા હાથ તરફ રાખવો જોઈએ. દીવો ભગવાનથી દૂર ન રાખવો જોઈએ. દીવામાં હંમેશા એટલું તેલ કે ઘી રાખો કે તે પૂજાની વચ્ચે ઓલવાય ન જાય. જો પૂજાની વચ્ચે દીવો ઓલવાઈ જાય તો તે અશુભ માનવામાં આવે છે.


જો તમે તમારી મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છો, તો તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. દેવતાને અર્પણ કરવા માટે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે. જો તમે આર્થિક સ્થિતિને મજબૂત કરવા માંગો છો તો દુર્ગા માની સામે ઘીનો દીવો પ્રગટાવો, તેનાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે.


શનિદેવને પ્રસન્ન કરવા માટે સરસવના તેલ અથવા તલના તેલનો દીવો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી શનિની સાડાસાત જેવી સમસ્યાઓમાંથી રાહત મળે છે. શનિવારે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિદોષ સમાપ્ત થાય છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ચમેલીના તેલનો દીવો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.


જો કુંડળીમાં રાહુ-કેતુ દોષ હોય તો તેના અશુભ પરિણામોથી બચવા માટે અળસીના તેલનો દીવો કરવો શુભ છે. સાંજે ઘરના મુખ્ય દરવાજા પર ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જેના કારણે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે. ભૂલથી પણ એક દીવો ન કરવો જોઇએ એ શુભતાની નિશાની નથી


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો