Raksha Bandhan 2022:રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે સાવન મહિનાની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે. આ વખતે પૂર્ણિમા બે દિવસ છે. આવી સ્થિતિમાં રાખડી બાંધવાના શુભ મૂહૂર્ત જાણી લો


રક્ષાબંધનના તહેવારને લઈને ભાઈ-બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. આ તહેવાર દર વર્ષે શ્રાવણ  મહિનાની પૂર્ણિમા એટલે કે પૂનમના દિવસે  ઉજવવામાં આવે છે. પંચાંગ અનુસાર આ વખતે પૂર્ણિમા બે દિવસ એટલે કે 11 ઓગસ્ટ અને 12 ઓગસ્ટે છે. તો બંને દિવસે રાખડી બાંધવાના શુભ મૂહૂર્ત ક્યાં છે જાણીએ...


11 અને 12 બંને દિવસ રક્ષાબંધન


પંચાંગ અનુસાર, શ્રાવણ માસની પૂર્ણિમા તિથિ 11મી ઓગસ્ટ 2022ના રોજ સવારે 10:38 મિનિટથી શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 12મી ઓગસ્ટ 2022ના રોજ સવારે 7.05 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં લોકોને શંકા છે કે રક્ષાબંધનનો તહેવાર 11 ઓગસ્ટે ઉજવવામાં આવશે કે 12 ઓગસ્ટે. હિંદુ કેલેન્ડરમાં 11 ઓગસ્ટના રોજ રક્ષાબંધન મનાવવાનું કહેવામાં આવી રહ્યો છે, પરંતુ 11 ઓગસ્ટના રોજ ભદ્રા કાળનો  હોવાના કારણે કેટલાક લોકો 12 ઓગસ્ટના રોજ રક્ષાબંધન મનાવવાની વાત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે રક્ષાબંધનના શુભ મૂહૂર્ત ક્યાં છે.


પંચાંગ અનુસાર, શ્રાવણની પૂનમ  તિથિ 11 ઓગસ્ટના રોજ સવારે 10:39 વાગ્યે શરૂ થશે અને 12 ઓગસ્ટના રોજ સવારે 7:05 વાગ્યે સમાપ્ત થશે. 11 ઓગસ્ટે ભદ્રકાલ સવારથી      રાત્રે 08:51 સુધી છે. હિંદુ કેલેન્ડર મુજબ કે સૂર્યાસ્ત પછી કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. એટલે ભદ્રકાળમાં કે રાત્રે ભાઈને રાખડી બાંધી શકાતી નથી. જ્યારે 12 ઓગસ્ટે સવારે 7.05 વાગ્યા સુધી પૂર્ણિમાની તિથિ રહેશે. આ સમયે ભદ્રા નથી અને ઉદયતિથિ પણ છે. એટલા માટે કેટલાક લોકો 12 ઓગસ્ટે રાખડી બાંધવાને શુભ માને છે. જો તમે 12 ઓગસ્ટે રાખડી બાંધવાનું વિચારી રહ્યા છો તો સવારે 7.05 વાગ્યા પહેલા રાખડી બાંધો.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે  એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.