Color of Rakhi 2022: આ રક્ષાબંધન પર, જો તમે તમારા ભાઈની રાશિના રંગને ધ્યાનમાં રાખીને તેના કાંડા પર રાખડી બાંધો છો, તો તે ખૂબ જ ફળદાયી રહેશે.


રક્ષાબંધનનો તહેવાર હિન્દુ ધર્મના મોટા તહેવારોમાંનો એક છે, જે દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાઈ અને બહેન માટે ખૂબ જ ખાસ છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર ગુરુવાર, 11 ઓગસ્ટ, 2022ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે દરેક બહેન પોતાના ભાઈની પ્રગતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભાઈને તેની રાશિ પ્રમાણે રાખડી બાંધવી ખૂબ જ શુભ રહે છે. આવો જાણીએ કઈ રાશિના ભાઈને કયા રંગની રાખડી બાંધવી જોઈએ.


રાશિ મુજબ પસંદ કરો રાખડી


મેષ


મેષ રાશિના ભાઈને લાલ રંગની રાખડી બાંધો.આનાથી ભાઈનું સ્વાસ્થ્ય સારું રહેશે.


વૃષભ


આ રાશિના ભાઈને સફેદ રંગની રેશમી દોરાની રાખડી બાંધો. તેમાં છ ગાંઠો નાખો. તેનાથી તેમને માનસિક શાંતિ મળશે.


મિથુન


આ રાશિના ભાઈને લીલા રંગની રાખડી બાંધો. તેનાથી આત્મવિશ્વાસ વધશે, સાથે જ ભાઈના અટકેલા કામ પણ થવા લાગશે.


કર્ક


કર્ક રાશિના ભાઈને પીળા રેશમી દોરાની રાખડી બાંધો. આમ કરવાથી ભાઈને શિક્ષણ ક્ષેત્રે સફળતા મળશે અને સંબંધ મજબૂત રહેશે.


સિંહ


સિંહ રાશિના ભાઈને પાંચ રંગની રાખડી બાંધો અને તેમાં સાત ગાંઠ કરો, આમ કરવાથી ભાઈના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે.


કન્યા 


કન્યા રાશિના ભાઈને સફેદ અથવા  ચાંદીની રાખડી  બાંધો. તેનાથી જીવનમાં આવતા અવરોધો દૂર થશે અને ભાઈની રક્ષા થશે.


તુલા


આ રાશિના ભાઈને ક્રીમ કલર, સફેદ કે આછા વાદળી રંગની રાખડી બાંધો. તેનાથી સંપત્તિમાં વધારો થશે.


વૃશ્ચિક


આ રાશિના ભાઈને ગુલાબી, લાલ અથવા  બ્રાઇટ કલરની  રાખડી બાંધો. તેનાથી જીવનમાં ખુશીઓ જળવાઈ રહેશે.


ધન


આ રાશિના ભાઈને સફેદ કે પીળા રંગની રાખડી બાંધો. આમ કરવાથી માનસિક શાંતિ રહેશે અને વેપાર અને નોકરીમાં પ્રગતિ થશે.


મકર


મકર રાશિના ભાઈને બહુરંગી રાખડી અથવા વાદળી રંગની રાખડી બાંધો. તેનાથી ભાગ્યોદય  થશે.


કુંભ


આ રાશિના ભાઈને વાદળી રંગની રાખડી બાંધો. મનોબળ મજબૂત રહેશે અને જીવનમાં આવનારી સમસ્યાઓ દૂર થશે.


મીન


આ રાશિના ભાઈને લાલ, પીળા કે કેસરી રંગની રાખડી બાંધો આનાથી ભાઈના જીવનમાં ખુશીઓ આવશે