Ram Navami 2023:આજે રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. રામનવમીના દિવસે લોકો વ્રત રાખે છે, કન્યા પૂજન કરે છે અને હવન કરે છે. આ સાથે આ દિવસે ભગવાન રામની જન્મજયંતિ પણ ઉજવવામાં આવે છે, તેથી તેને રામ નવમી પણ કહેવામાં આવે છે. રામ નવમીના શુભ અવસર પર દેશભરના તમામ રામ મંદિરોમાં ભગવાન રામની પૂજા કરવામાં આવે છે. તેમજ રામાયણ અને રામચરિતમાનસનો પાઠ કરવામાં આવે છે. રામચરિતમાનસના કેટલાક સૂત્રો ખૂબ પ્રભાવશાળી માનવામાં આવે છે. કહેવાય છે કે રામચરિતમાનસના પાઠ કરવાથી અનેક જન્મોના પાપોમાંથી મુક્તિ મળે છે.
મનોકામનાની પૂર્તિ માટે
જો તમારા મનમાં કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય તો તેને પૂર્ણ કરવા માટે રામચરિતમાનસના આ સૂત્રનો 108 વાર જાપ કરો.
કવન સો કાજ મુશ્કેલ જગ માહી।
જો નહી હોઇ તાત તુમ પાહીં
પૈસા મેળવવા માટે।
ધન સંકટને દૂર કરવા
જો તમે ધન મેળવવા ઈચ્છતા હોવ તો રામચરિત માનસના આ સૂત્રનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે આનાથી પૈસા મળવાના વિકસ્પ વધે છે.
જો સકામ નર સુનહિં જે ગાવહિં
સુખ સંપત્તિ નાનવિધ પાવહિં ।
વિવાહ સંબંધી સમસ્યા દૂર કરવાના ઉપાય
વિવાહ સંબંધી સંકટ
જો તમારા લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે. સંબંધો વારંવાર તૂટી રહ્યા છે, તો રામચરિતમાનસની આ ચોપાઇનો પાઠ કરો. તેનાથી લગ્ન સંબંધિત સમસ્યા દૂર થાય છે.
તબ જન પાઇ બસઇ આયસુ બ્યાહ સાજ સંવારિ કૈ
માંડવી,ઋતકી, રતિ, ઉર્મિલા, કુંઅરિ લર્ઇ હંકારી કૈ !!
મુશ્કેલીમાંથી બહાર આવવા માટે
રામનવમીના દિવસે રામચરિતમાનસની આ ચોપાઈનો 108 વાર જાપ કરો. આમ કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ તમારાથી દૂર રહેશે.
દિન દયાલુ વિરદ સંભારી
હરહૂ નાથ મમ સંકટ ભારી ।
દુશ્મનનો નાશ કરવા માટે
જો કોઈ દુશ્મન તમને પરેશાન કરી રહ્યો હોય તો રામ નવમીના દિવસે આ ચોપાઈનો પાઠ કરો. આમ કરવાથી શત્રુ જલ્દી જ નાશ પામે છે.
બયરૂ ન કર કાહૂ સન કોઇ
રામપ્રતાપ વિષમતા ખોઇ
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.