Horoscope Today 20 December 2021: પંચાંગ અનુસાર આજે 20 ડિસેમ્બર 2021 પોષ મહિનાના કૃષ્ણ પક્ષની પ્રતિપદાની તિથિ છે. આજે સોમવારે આદ્રા નક્ષત્ર અને ચંદ્ર મિથુન રાશિમાં ગોચર કરી રહ્યો છે. કેવો રહેશે. આજનો દિવસ, જાણો આજનું રાશિફળ.
મેષ- આજના દિવસે સારા સમાચાર મળશે. ઓફિસમાં કોઈ મૂંઝવણ હોય તો તેનો ઉકેલતા આવે. આજે વ્યવસાયની સ્થિતિ સામાન્ય રહેવાની છે. સ્વાસ્થ્ય અંગે વિશેષ ધ્યાન રાખવું પડશે.
વૃષભ- અધિકૃત પડતર કાર્યોને પૂર્ણ કરવા માટે સમય ફાળવવો હિતાવહ, કોઇને આર્થિક મદદ કરતા પહેલા સાવધાની રાખવી, તમારી ક્ષમતા મુજબ મદદ કરો
મિથુનઃ- આ દિવસે ભવિષ્યની ચિંતા કર્યાં વિના બધું ભગવાન પર છોડી દો. નસીબ તમારી સાથે છે. આપને આપની મહેનતનું ફળ મળશે. મહિલાઓએ ખાસ કરીને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું
કર્કઃ- સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો ખુશ રહેશે. જો વિદેશથી નોકરીની ઓફર મળે તો તેને ગુમાવશો નહીં. કલાના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પોતાની સર્જનાત્મકતાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકશે.
સિંહઃ- આજના દિવસે ભાગ્ય પર વિશ્વાસ રાખો, તમારી પાસે જે પણ કામ હોય તેને લગનથી કરતા રહો, તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત જ પ્રગતિના દ્વાર ખોલશે. કાર્યક્ષેત્રમાં તમને કોઈ રસપ્રદ કામ કરવા મળશે, કાર્યમાં પરિવર્તનની પણ સંભાવના છે.
કન્યા- વેપારી વર્ગને ટેક્નોલોજીનો પૂરો સહયોગ મળશે, જેનાથી વેપાર વધારવામાં મદદ મળશે. વિદ્યાર્થીઓએ વર્ગ અભ્યાસમાં ધ્યાન આપવું જો.ઈએ નહીંતર તેઓ નબળા પડી શકે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમને આળસ આવશે.
તુલાઃ- આજે વાણી પર નિયંત્રણ રાખવો નહિ તો મુશ્કેલીમાં ફસાઇ શકો છો. છુપાયેલા દુશ્મનો અને વિરોધીઓથી સાવધાન રહેવું પડશે. સરકારી વિભાગ સાથે જોડાયેલા લોકોની પ્રતિષ્ઠામાં વધારો થશે.
વૃશ્ચિકઃ- આજે અન્યો પ્રત્યે તમારો નમ્ર સ્વભાવ સંબંધોને મજબૂત બનાવી શકે છે, જેના કારણે લોકો તમારા વખાણ પણ કરશે. ઓફિસના કામકાજમાં સાવધાની રાખવી પડશે. ટીમના પ્રદર્શન પર પણ નજર રાખો. વ્યાપારમાં અત્યારે મોટું રોકાણ ન કરો, કાયદાકીય કાર્યવાહી થવાની સંભાવના છે.
ધનુ- મજબૂત આર્થિક સ્થિતિને કારણે મન પ્રસન્ન રહેશે. કેટલાક પડકારો વેપારીઓ માટે મુશ્કેલીઓ વધારશે. સખત મહેનતથી તમે સફળતા મેળવી શકશો.
કુંભ- આજે મન ઉદાસ રહી શકે છે, તેનાથી બચવાનો ઉપાય એ છે કે આપની મનપસંદગીનું કામ કરો અને સકારાત્મક રહો. ઓફિસિયલ સ્ટાફ અને કાર્યશૈલીમાં થોડો ફેરફાર તમને ઇચ્છિત લાભ આપી શકે છે.
મીન- આજે મન થોડું પરેશાન રહેશે, તેથી ધાર્મિક પ્રવૃતિમાં મનને લીન કરો. આનાથી આપ આપની જાતને મજબૂત બનાવી શકશો. . જીવનસાથી અને મિત્રો સાથે સ્વાભિમાનના મુદ્દાઓ પર ચર્ચા ટાળવી જોઈએ, પરંતુ એકબીજા સાથે સુમેળનું વાતાવરણ રાખવું વધુ સારું રહેશે.