Surya Saptami 2023:આજે, માહ મહિનાના શુક્લ પક્ષની

   સાતમા દિવસે રથ સપ્તમી અથવા સૂર્ય સપ્તમીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે તમારી કુંડળીમાં સૂર્યને બળવાન બનાવવા માટે કેટલાક ચોક્કસ ઉપાય કરો.


આજે, માહ મહિનાના શુક્લ પક્ષની     સાતમા દિવસને રથ સપ્તમી તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે  28 જાન્યુઆરી, 2023ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસને રથ સપ્તમી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે. મહિલાઓ ખાસ કરીને આ દિવસે ઉપવાસ કરે છે,


પરંતુ જો આપની  કુંડળીમાં સૂર્ય નબળો છે, અથવા તમને શુભ પરિણામ નથી મળી રહ્યું, તો રથ સપ્તમીએ ઉપવાસ પૂજા કરવાથી આપને શુભ ફળની પ્રાપ્તી થશે. રથ સપ્તમીના દિવસે કરવામાં આવેલ ઉપાયો તમારી કુંડળીમાં સૂર્યને બળવાન બનાવે છે.


સૂર્યને મજબૂત કરવાના ઉપાય



  • રથ સપ્તમીના દિવસે મીઠાનું સેવન કરવાની મનાઈ છે.

  • આ દિવસે  મીઠાનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

  • આ દિવસે નદીમાં તલના તેલનો દીવો પ્રગટાવીને તેનું  દાન કરો, તમારા દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે.

  • આ દિવસે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો, તમને તમારા કરિયરમાં સફળતા મળશે.

  • નહાવાના પાણીમાં લાલ ચંદન, ગંગાજળ અને કેસર નાખીને સ્નાન કરો, ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

  • તમારી કુંડળીમાં સૂર્યને બળવાન બનાવવા માટે, સ્નાન અને પૂજા કર્યા પછી, કોઈ ગરીબ બ્રાહ્મણને મસૂર, ગોળ, તાંબુ, ઘઉં, લાલ અથવા નારંગી રંગનું કપડાનું દાન કરો.આ ઉપાયથી આપની  કુંડળીમાં સૂર્ય બળવાન બનશે.


 રથ સપ્તમીના દિવસે મળશે શુભ ફળ


રથ સપ્તમીનું વ્રત કરવાથી તમામ રોગોનો નાશ થાય છે. આ સાથે તમને તમારા કરિયરમાં પ્રગતિ થાય છે. જો તમારી કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી હોય તો આ ઉપાયો કરવાથી સૂર્ય બળવાન બને છે અને શુભ ફળ આપે છે. રથ સપ્તમીના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા પછી સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવવું જોઈએ. ત્યારબાદ ભગવાન સૂર્ય નારાયણની પૂજા કરવી જોઈએ. આ દિવસે સૂર્યની ઉપાસના કરવાથી અને નિશ્ચિત ઉપાયોથી કુંડલીનો સૂર્ય બળવાન બને છે અને શુભફળની પ્રાપ્તી થાય છે.


Disclaimer: હીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.